- અમરેલી જીલ્લા માં સતત પડી રહેલા વરસાદ થી કુંકાવાવ તાલુકા ના બાંભણીયા ગામે ખાતે ગરીબ વિધવા વૃધ્ધ નું મકાન વરસાદ માં પડી ગયું.-
અમરેલી જીલ્લા માં સતત પડી રહેલા વરસાદ થી કુંકાવાવ તાલુકા ના બાંભણીયા ગામે મોડી રાત્રે ગરીબ વિધવા ઈન્દુબેન ગોસ્વામી બાવાજી નામ ના વૃધ્ધ નું મકાન ધરાશાયી થવા પામ્યું હતું એકલા રહેતા વૃધ્ધ માજી નું મકાન પડી જવા થી જાણે તેમની પર આભ ફાટ્યું હોય તેવુ સંકટ આવી પડ્યું હતું આ માજી ને સરકારશ્રી દ્વારા સહાય ચૂકવાય તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી હતી.
ફોટો / રિપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી (જર્નાલિસ્ટ)



