અમરેલી જીલ્લા રેલવે ને લગતા વિવિધ પ્રશ્નો કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા સાહેબ દ્વારા મંગાવવામાં આવ્યા.-
રેલવે સલાહકાર સમિતિ ના સભ્ય શરદ પંડયા દ્વારા વિવિધ પ્રશ્ર્નો રજૂ કરવામાં આવ્યા.
આગામી રેલવે મંત્રાણા ની મિટીંગ માં કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબ અમરેલી જીલ્લાના પ્રશ્નો રજૂ કરશે.
અમરેલી જીલ્લા રેલવે ના વિવિધ પ્રશ્નો મહુવા બાંદ્રા ટ્રેન ને કાયમી કરવી, સાવરકુંડલા બાયપાસ રોડ ઉપર રેવલે ટ્રેક પર ઓવરબ્રિજ નું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે જેથી બાયપાસ શરૂ થવા પામે તથા સાવરકુંડલા તાલુકા ના સતત ટ્રાફિક રહેતા જેસર રોડ, ગીરધવાવ અને લુવારા ગામ ખાતે આવેલ ફાટકો પર ઓવરબ્રિજ બનાવવો, લોકડાઉન દરમિયાન બંધ પડેલ ટ્રેન મહુવા – ભાવનગર તથા મહુવા – સુરત અને મહુવા – બાંદ્રા ટ્રેનો ફરી શરૂ કરવામાં આવે, લીલીયા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ઉંચુ લેવામાં આવે તથા રાજુલા શહેર માં આવેલ રેલવે સ્ટેશન ફરીવાર શરૂ કરવામાં આવે જેથી લોકો દૂર સુધી જવું ના પડે, પીપાવાવ થી ધોળા સુધી ના ફાટકો પોહળા કરવામાં આવે તેવી માંગ વગેરે પ્રશ્નો જીલ્લા ના વિવિધ આગેવાનો, હોદેદારો, ચેમ્બર ઓફ કોમર્સ અને વિવિધ સંસ્થાઓ દ્વારા ભાવનગર ડિવિઝનલ રેલવે સલાહકાર સમિતિ બોર્ડ ના ડિરેકટર અને જીલ્લા ભાજપ ના ઉપપ્રમુખ શરદભાઈ પંડયા ને રજૂ કરવામાં આવ્યા હતા જે પ્રશ્નો નું તાત્કાલિક નિરાકરણ લાવવામાટે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા સાહેબ ને પત્ર પાઠવી માંગ કરવામાં આવી હતી.
( ફોટો ઈ મેલ દ્વારા )
રિપોર્ટ.- અમીતગીરી (જર્નાલિસ્ટ)



