- અમરેલી ના ચિતલ ખાતે મોબાઈલ ની દુકાન માં ચોરી કરી ભાગી રહેલ ચોર ને હોમગાર્ડ જવાનો એ પકડી પાડ્યો. – ચિતલ હોમગાર્ડ જવાનો એ ચોર ને મુદામાલ સાથે પોલીસ ને સોંપ્યો.
અમરેલી જીલ્લાના ચિતલ ખાતે તારીખ.-૨૩/૦૮ ના મોડી રાત્રે એક શખ્સે મોબાઈલ ની દુકાન તોડી તેમાં રહેલા મોબાઈલ ની ચોરી કરી ભાગી રહ્યો હતો ત્યારે ચિતલ હોમગાર્ડ ઓફિસર પ્રવીણભાઈ ચૌહાણ અને જવાન એ.કે.બાંભણીયા દ્વારા તેમનો પીછો કરી ચોર ને પકડી પાડ્યો હતો. આ ચોર ને મુદામાલ તથા દુકાન તોડવામાં ઉપયોગ માં લેવાયેલ કોશ તથા ડિસમિસ અને મોબાઇલબસાથે અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપ્યો હતો.
અમરેલી જીલ્લામાં રાત્રી ના સતત હોમગાર્ડ જવાનો પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક બજાવી લોકો ની સુરક્ષા કરી રહ્યા છે.
ફોટો / રિપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી (જર્નાલિસ્ટ)


