અમરેલી. બગસરા
સલગ મુખ્ય માર્ગ નું કામ ધીમીગતિએ ચાલુ અને લોકોને હાલાકી
બગાસર માં પોલીસ સ્ટેશન થી કુંકાવાવ નાકા નું કામ 2 કિમિ નું છેલ્લા 6 મહિનાથી ચાલુ છે
આ કામ ધીમીગતિએ ચાલે છે તેમજ ક્યારેક ચાલુ અને ક્યારેક બંધ થાય છે અને લોકો ને હાલાકી ભોગવવી પડેછે
આ માર્ગ જૂનાગઢ અને અમરેલી ને જોડતો મુખ્ય માર્ગ છે જેમાં આરોડ ઉપર એસટી બસ તેમજ અન્ય વાહનોની અવર જ્વર રહેતી હતી આ માર્ગ નું કામ ચાલુ થતા લોકોમાં આંનદ છવાયેલ હતો પરંતુ આ કામ માં વિલંબ થતા લોકો ને હાલાકી ભોગવવી પડે છે આ રસ્તા ઉપર દુકાનો આવેલ છે તેમને વેપાર ધંધા માં મુશ્કેલી રહે છે અને ઘરાક પણ આ રસ્તો બંધ હોવાથી આવતા નથી અને માલ સમાન લાવવામાં પણ તકલીફ રહે છે અને આ વિસ્તારમાં રહેણાંક વિસ્તાર પણ છે જેથી રહેવાસી ઓને પણ હાલાકી ભોગવવી પડે છે અનેઆ રસ્તો બંધ હોવાથી એસટી બસ તેમજ અન્ય વાહનો માટે ડ્રાઈવરજન કાઢવામાં આવેલ છે જેમાં પણ મસમોટા ખાડા પડીગયેલ છે અને અકસ્માત નો ભય રહે છે આ રસ્તો બંધ હોવાથી 1.50 કિમિ લાંબો રસ્તો પસાર કરી અને એસટી તેમજ અન્ય વાહનો ચાલે છે
આસ્થિતિ માં હોલસેલ કરીયાના તેમજ રિટેલ કરીયાના ના એસોસિએશન દ્વારા તા 19 10 ના લેખિત આવેદનપત્ર તમામ જગ્યાએ આપેલ અને ઉચ્ચ કક્ષાએ લેખિત રજુવાત કરેલ છતાં પણ આ કામમાં ગતિ આવેલ નથી અને હાલમાં છેલ્લા 6 મહિનાથી કુંકાવાવ નાકા ના વેપારીઓ બિલકુલ નવરા ધૂપ બેઠા છે અને કુંકાવાવ નાકે અમરેલી અને રાજકોટ જવા માટે નું બસ નો સ્ટોપ નું સેન્ટર છે એટલે પેસેન્જરો ને પણ હાલાકી ભોગવવી પડે છે
ન્યુઝ રાજુ કારિયા



