Uncategorized

અમરેલી બાગાયત વિભાગ દ્વારા આંબાના ઉછેર અંગે સૂચનો*

*અમરેલી બાગાયત વિભાગ દ્વારા આંબાના ઉછેર અંગે સૂચનો*

હવામાનમાં અચાનક ફેરફાર બાદ રોગ જીવાતનો ઉપદ્રવ અટકાવવા ઝડપથી નિયંત્રણના પગલાં લેવા અનિવાર્ય

અમરેલી, તા. ૧૬ એપ્રિલ

ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે અમરેલી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા જીલ્લાના આંબા પાકની ખેતી કરતા ખેડુતો માટે જણાવવામાં આવે છે કે, આંબા પાકની ખેતી કરતા ખેડુતોને આંબામાં ભૂકીછારાના નિયંત્રણ માટે ૧૦લી. પાણીમાં ૩૦ ગ્રામ દ્રાવ્ય ગંધક + કેરેથોન ૪૮% ઇ.સી. ૧૦ મીલી દવાનો છંટકાવ કરવો. કેરી સોપારી જેવડા કદની થાય એટલે ૨૦ પી.પી.એમ. એન.એ.એ. અને ૨% યુરીયાના દ્રાવણ(૧૦૦લી. પાણીમાં ૨ ગ્રામ અને ૨ કિગ્રા. યુરીયા) નો છંટકાવ કરવાથી કેરી ખરતી અટકે છે અને ફળના કદમાં વધારો થાય છે. અથવા પ્લેનોફિક્સ ૧૦૦લી. પાણીમાં ૪૫ ગ્રામ અને યુરીયા ૨ કિલો નાખી છંટકાવ કરવો.

ઉપરાંત આંબાની વિકૃતિને ખેડુતમિત્રો મોગરીનાં નામથી ઓળખે છે. જેમાં પાનની વિકૃતિ (પાન નાનાં અને ઝુમખામાં થાય) અને ફુલની વિકૃતિ (પુષ્પવિન્યાસનો ગુચ્છો થાય, સંપુર્ણવિકાસ થતો નથી, કેરી બેસતી નથી)ના નિયંત્રણ માટે રોગવાળા ભાગને તંદુરસ્ત ભાગ સાથે કાપીને નાશ કરવો અને કપાયેલા ભાગ પર ફુગનાશક દવા લગાવવાથી તથા કાર્બેંડાઝીમ ૫ ગ્રામ/૧૦ લી. પાણીમાં છંટકાવ કરવો.

હવામાનમાં અચાનક ફેરફાર થયા બાદ તરત જ રોગ જીવાતનો ઉપદ્રવ અટકાવવા ઝડપથી નિયંત્રણના પગલાં લેવા જોઇએ. મે માસમાં વાવાઝોડાથી કે અતિ ઝડપે વાતા પવનથી મોટા કદના ફળો ખરી પડે છે. તે માટે પવનની દિશા તરફ શરૂ જેવા વૃક્ષોની ઉંચી જીવંતવાડ બનાવવાથી પવનની ગતિ ધીમી પાડી શકાય. આ માટે કલમો નવી જમીનમાં રોપવાની સાથે ખેતરની ફરતે શરૂનું વાવેતર કરવું હિતાવહ છે.

આ સિવાય ખેતી તેમજ બાગાયત વિશેની વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, અમરેલી ફોન નં. (૦૨૭૯૨-૨૨૩૮૪૪) પર સંપર્ક કરવો.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *