-: તા.૧૪/૧૦/૨૦૨૦ :-
*અમરેલી ભીડભંજન મહાદેવના મંદિર સામે ‘‘પુષ્ટી વડાપાઉં’’ દુકાનની પાસે મોબાઇલ ઉપર ઓનલાઇન આઇ.ડી વડે પોતાના આર્થિક ફાયદા સારૂ ક્રિકેટ મેચનો ઓન લાઇન હારજીતનો સટ્ટો રમતા એક ઇસમને રોકડા રૂ.૧૪,૧૫૦/- મળી કુલ રૂ.૫૯,૧૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ*
મ્હે.પોલીસ અધિક્ષક શ્રી *નિર્લિપ્ત રાય સાહેબ* તેમજ *મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબ* નાઓએ અમરેલી જીલ્લા પોલીસને સુચના આપેલ હોય કે હાલમાં આઇ.પી.એલ કિક્રેટ મેચ ચાલતી હોય જેમાં કેટલાંક બુકીઓ પોતાના આર્થિક ફાયદા સારૂ ઓન લાઇન હારજીતનો સટ્ટો ટીવી તેમજ મોબાઇલ ઉપર પોતાના રહેણાંક મકાનમાં તથા વાહનોમાં તથા કામના સ્થળ ઉપર જુગાર રમાડે છે જે જુગારની પ્રવૃતિ વિશે માહિતી મેળવી જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરી સફળ કેસો કરવા માટે સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી જે.જે.ચૌધરી સા.ની રાહબરી નીચે અમરેલી સીટી પોલીસના હેડ કોન્સ. બી.એમ.વાળા તથા લોકરક્ષક હિરેનસિંહ ખેર તથા આરીફખા ભોજવાણી તથા સીદ્ધરાજસિંહ જાડેજા એ રીતેના પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી આધારે અમરેલી ભીડભંજન મહાદેવના મંદિર સામે પુષ્ટી વડાપાઉ દુકાનની બાજુમાં એક ઇસમ પોતાના મોબાઇલ ફોનમાં ઓનલાઇન આઇ.ડી. વડે ક્રિકેટ મેચનો સટ્ટો રમતો હોય જેને રોકડા રૂપીયા ૧૪,૧૫૦/- સાથે કુલ રૂ.૫૯,૧૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેના વિરૂદ્ધમાં અમરેલી સીટી પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ ઇસમ
(૧) ધવલભાઇ બીપીનભાઇ જીવાણી ઉ.વ.૩૫ ધંધો.વેપાર રહે.અમરેલી લીલીયા રોડ, દાદા ભગવાનના મંદિર સામે શીવ રેસીડેન્સી બ્લોક નં.૪૭ તા.જી.અમરેલી


