અમરેલી.
વડિયા ના 9વર્ષીય ક્રિશ ની દરિયાદિલી પોતાની બચત ના ગલ્લા ના 1111અન્નક્ષેત્ર માં દાન આપ્યું
કોરોના મહામારી ના અજગર ભરડામાં આજે આખુ વિશ્વ સપડાયું છે ત્યારે સામાન્ય અને જરૂરિયાત મંદ લોકોની આર્થિક મુશ્કેલી વધવાપામી છે
ત્યારે ગામડે ગામડે અન્નક્ષેત્ર ચાલુ થયા છે તેમાં લોકો ઉદાર હાથે ફાળો આપી રહ્યા છે. આજે વડિયા ના 9વર્ષીય ધોરણ 4માં અભ્યાસ કરતા ક્રિશ કાળુભાઇ સોલંકી એ પોતાના એક વર્ષ ના ગલ્લા માં બચાવેલા નાણાં લઇ ને મારુતિ અને ગુલઝાર મિત્ર મંડળ ના અન્નક્ષેત્ર માં પહોંચ્યો હતો અને પોતાના ગલ્લા માં રહેલી તમામ રકમ તેને આ જરૂરિયાત મંદ લોકો ને મદદ માટે આપવાની ઈચ્છા દાખવી હતી
તે ગલ્લા માં કુલ 1111રૂપિયા ની રકમ નીકળતા આ દરિયાદિલ બાળકે પોતાની ઉદારતા અને દેશ પ્રેમ દેખાડી બીજા લોકો અને બાળકો ને ઉમદા પ્રેરણા મળે તેવું ઉદાહરણ રૂપ કામ કર્યું છે
રીપોર્ટર રાજુ કારિયા વડીયા