*અમરેલી શહેરમાં નવા બની રહેલા રોડની સાઈડમાં ધૂળ-માટીના ઢગલા ન કરવા અપીલ*
અમરેલી, તા: ૪ જુલાઈ ૨૦૨૦
રાજ્ય સરકાર દ્વારા પ્રેરિત વિવિધ યોજના અંતર્ગત અમરેલી નગરપાલિકા દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં સી. સી./ આર.સી.સી./ પેવિંગ બ્લોક રોડના કામો પ્રગતિ હેઠળ છે. તેમજ અમુક વિસ્તારોમાં આવા કામો પૂર્ણ કરવામાં આવેલ છે. અમરેલી શહેરના કોમર્શિયલ વિસ્તારોમાં તૈયાર કરવામાં આવેલ રોડ તથા તૈયાર થઇ રહેલ રોડની સાઇડની જગ્યામાં કોઈ પણ નાગરિક કે વેપારીએ રોડ લેવલથી ઊંચા ધૂળ-માટીના ઢગલા કરીને રોડ ને નુકસાન પહોંચાડવું નહીં અને જો કોઈ પણ નાગરિક અથવા વેપારી પોતાના ઘર કે દુકાન પાસે તૈયાર કરવામાં આવેલ રોડની સાઇડની જગ્યામાં રોડથી ઉંચા માટી ધૂળના ઢગલા કરશે તો અમરેલી નગરપાલિકા તરફથી જે તે નાગરિક/વેપારીના ખર્ચે અને જોખમે ઢગલો કરવામાં આવેલ માટી દૂરનાં નિકાલ કરવામાં આવશે જેની નોંધ લેવા અમરેલી નગરપાલિકાની યાદીમાં જણાવાયુ છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756
