Uncategorized

અમરેલી શહેરમાં હનુમાનપરા રોડ મારૂતી નગર તથા જશોદાનગરમાં અલગ અલગ જગ્યાએ જાહેરમાં ગે.કા. પૈસા પાના વડે તીન પત્તીનો જુગાર રમતા ૨૨ ઇસમોને રોકડા રૂપીયા ૩૧,૮૬૦/- ના મુદ્દામાલ સાથે તેમજ હિરામોતી ચોકમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૨ કિ.રૂ.૩૬૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડી તેઓના વિરૂદ્ધમાં ધોરણસરની કાર્યવાહી

-: તા.૦૩/૦૬/૨૦૨૦ :-
*અમરેલી શહેરમાં હનુમાનપરા રોડ મારૂતી નગર તથા જશોદાનગરમાં અલગ અલગ જગ્યાએ જાહેરમાં ગે.કા. પૈસા પાના વડે તીન પત્તીનો જુગાર રમતા ૨૨ ઇસમોને રોકડા રૂપીયા ૩૧,૮૬૦/- ના મુદ્દામાલ સાથે તેમજ હિરામોતી ચોકમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૨ કિ.રૂ.૩૬૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડી તેઓના વિરૂદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ*
* મ્હે.પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલુ સાહેબનાઓએ ભીમ અગીયારસનો તહેવાર નીમીત્તે જુગાર રમવાનું ચલણ હોય અને જુગારની બદીથી ઘણા પરીવારો આર્થીક નુકસાની ભોગવતા હોય આવા જુગારીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. વી.આર.ખેર સા.ની રાહબરી નીચે અમરેલી સીટી પોલીસના પો.સ.ઇ. એમ.એચ.પરાડીયા તથા હેડ કોન્સ. બી.એમ.વાળા તથા લોકરક્ષક હિરેનસિંહ ખેર તથા પો.કો.ન્સ. પૃથ્વીરાજસિંહ પરમાર તથા આરીફખા ભોજવાણી તથા નીલેશભાઇ ડાંગર તથા મહેશભાઇ મુંધવા એ રીતેના પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હકિકત મળેલ કે અમરેલી હનુમાનપરા રોડ મારૂતી નગર તથા જશોદાનગરમાં કેટલાક ઇસમો ગે.કા. પૈસા પાન વડે તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે. જેથી હકીકત વાળી અલગ અલગ જગ્યાએ રેઇડ કરતા કુલ ૨૨ ઇસમોને કુલ રોકડા રૂ.૩૧,૮૬૦/- ના મુદ્દામાલ સાથે તેમજ હિરામોતી ચોકમાંથી એક ઇસમને ગે.કા વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૧૨ કિ.રૂ.૩૬૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂદ્ધમાં અમરેલી સીટી પો.સ્ટે.માં ત્રણ અલગ અલગ ગુન્હાઓ દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
-: પકડાયેલ ઇસમો :-
(૧) માજુભાઇ સીપુભાઇ માવી (૨) પ્રવિણભાઇ રવજીભાઇ નીનામા (૩) કાળુભાઇ બચુભાઇ માવી (૪) ભગાભાઇ રામસીંગભાઇ ભાબર (૫) દિપો હરમલભાઇ બામનીયા (૬) દિનેશભાઇ બચુભાઇ માવી (૭) અજયભાઇ બદીયાભાઇ ગણાવા (૮) રમેશભાઇ બચુભાઇ વસુનીયા (૯) યોગેશભાઇ હિંમતભાઇ ટાંક (૧૦) મુકેશભાઇ કુરાભાઇ વસુનીયા (૧૧) કાળુભાઇ કડવાભાઇ ચોહાણ (૧૨) જીતેશભાઇ કાંતીભાઇ ચોહાણ (૧૩) દુષ્યંતભાઇ મહિપતભાઇ ભટ્ટ (૧૪) આકાશભાઇ બકુલભાઇ ગોહિલ (૧૫) રમેશભાઇ કાનજીભાઇ ચોહાણ (૧૬) દિનેશભાઇ સોમાભાઇ જાપડીયા (૧૭) વિમલભાઇ ભનુભાઇ મકવાણા (૧૮) દેવજીભાઇ કડવાભાઇ ચોહાણ (૧૯) રવી મનસુખભાઇ મેર (૨૦) સુરેશભાઇ દયારામભાઇ ગોંડલીયા (૨૧) રાજુભાઇ પોપટભાઇ જોગરાજીયા (૨૨) સંજયભાઇ કાનજીભાઇ ચોહાણ (૨૩) પરવેજ રફીકભાઇ સોલંકી રહે. તમામ અમરેલી

IMG-20200603-WA0014-2.jpg IMG-20200603-WA0012-1.jpg IMG-20200603-WA0013-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *