આગામી ઈદના તહેવાર ને અનુલક્ષી વંથલી પોલીસ સ્ટેશન માં શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ
વૈશ્વિક મહામારી કોરોના નો કહેર ચાલૂ છે દરમ્યાન મુસ્લિમ સમાજ પવિત્ર રમઝાન માસ દરમ્યાન ઘરોમાં રહી બંદગી (પ્રાથના)કરી રહેલ છે અને રમઝાન માસ પૂર્ણ થવાના આરે છે ત્યારે આગામી દિવસોમાં પવિત્ર ઈદ નો તહેવાર આવી રહેલ છે જેના અનુસંધાને વંથલી પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ. શ્રી એન બી ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને એક શાંતિ સમિતિ ની મીટીંગ નું આયોજન હિન્દુ મુસ્લિમ સમાજ ના આગેવાનોની હાજરી માં કરવામાં આવેલ
જેમાં શ્રી ચૌહાણ એ સમાજ ના આગેવાનોને અપીલ કરતા જણાવેલ કે ઈદના તહેવાર ના દિવસે મુસ્લિમ સમાજ ના ભાઈ બહેનો આનંદ થી તહેવાર ઉજવે પરંતુ વર્તમાન કોરોના મહામારી વચ્ચે સમાજ ના લોકો કોવિડ ૧૯ અન્વયે સોશીયલ ડિસ્ટન્સ નું પાલન અવશ્ય કરે તે જરૂરી છે મોટેરા ઉપરાંત નાના નાના બાળકો પણ બહાર નીકળતી વખતે માસ્ક નો અવશ્ય ઉપયોગ કરે જ્યારે સિનિયર સિટીઝન બહાર ના નીકળે તે ઇચ્છનીય છે તેમજ તહેવાર ના અતિ ઉત્સાહ માં આવી લોકો ટોળા ના વળે તે જરૂરી છે ઉપરાંત સમાજ ના ધાર્મિક/સામાજિક/રાજકીય વડાઓને અપીલ કરેલ કે તેઓ આ અંગે મુસ્લિમ સમાજ ના બિરાદરો ને વર્તમાન સમય માં તહેવાર ના દિવસોમાં કોવીડ ૧૯ અન્વયે સોશીયલ ડિસ્ટન્સ નું પાલન કરવા સમજાવે તે આપણા સહુના હિતમાં છે.ઉપરાંત સાંજના સાત વાગ્યા થી સવાર ના સાત સુધી સરકાર શ્રી ના આદેશ મુજબ સંપુર્ણ લોક ડાઉન( કરફ્યુ) રહેશે તેમ જણાવેલ હતું …. આ શાંતિ સમિતિ ની બેઠક માં ઉપસ્થિત આગેવાનોએ પોતાના મંતવ્ય રજૂ કરી સહકાર આપવાની ખાતરી આપેલ… આ તકે પી.એસ.આઇ. એન બી ચૌહાણ અને અગ્રણીઓ સર્વશ્રી બાવામિયાં મટારી,ઈરફાનશાહ સોહરવર્દી,સલીમભાઈ મિર્ઝા,અનવર બડું, ઝીકર ભાઈ વાજા સહિત નાં મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થત રહેલ હતા..
તસ્વીર – અહેવાલ
જીજ્ઞેશ પટેલ માણાવદર
મો 99251 74176


