Uncategorized

આગામી વિધાનસભા પેટા ચુંટણી અનુસંધાને નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી આધારે વોચ ગોઠવી, ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ની થતી હેર-ફેર પકડી પાડી, ટ્રક સહિત કુલ કિં.રૂ.૨૯,૭૬,૭૬૪/- નો મુદ્દામાલ પકડી પાડતી અમરેલી એલ.સી.બી.*

*પ્રેસ નોટ તા.૧૫/૧૦/૨૦૨૦*

*આગામી વિધાનસભા પેટા ચુંટણી અનુસંધાને નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી આધારે વોચ ગોઠવી, ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ની થતી હેર-ફેર પકડી પાડી, ટ્રક સહિત કુલ કિં.રૂ.૨૯,૭૬,૭૬૪/- નો મુદ્દામાલ પકડી પાડતી અમરેલી એલ.સી.બી.*

*ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી. શ્રી.અશોકકુમાર યાદવ સાહેબ* નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં આગામી *વિધાનસભા પેટા ચુંટણી* અનુસંધાને તટસ્થ, ન્યાયિક અને પારદર્શક રીતે ચુંટણી પ્રક્રિયા યોજાય, તે માટે પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેર-ફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી, કડક કાર્યવાહી કરવા ભાવનગર રેન્જ હેઠળ આવતાં ત્રણેય જિલ્લાઓના પોલીસ દળને જરૂરી સુચના આપેલ હોય, જે અનુસંધાને *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ* ના માર્ગદર્શન હેઠળ *અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ* દ્વારા નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી આધારે વોચ ગોઠવી, ગુજરાત રાજ્ય બહારથી આયાત કરી, વેચાણ કરવાના હેતુથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ના મોટા જથ્થાની હેરા-ફેરી કરતા ટ્રકને પકડી પાડવામાં આવેલ છે.

નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન અમરેલી એલ.સી.બી. ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે, એક ટાટા કંપનીનો ટ્રક નંબર- RJ-19-GA-4101 માં લુવારા ગામના અશોક જયતાભાઇ બોરીચા તથા માણાવાવના હરદીપ દડુભાઇ વાળા તથા ઘોબા ગામના પથુ દડુભાઇ પટગીર એમ ત્રણેય એકબીજાના મેળાપીપણામાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો પરપ્રાંતનો વિદેશી દારૂ મંગાવેલ છે, જે ટ્રક વંડા પાસે આવેલ શેલણા ગામની ચોકડીએથી પસાર થવાનો છે, અને હરદીપ વાળા તથા એક બીજો માણસ ફોરવ્હીલ નંબર GJ-11–AB-4994 ની કારમાં તેનું પાયલોટીંગ કરે છે, તેવી ચોક્કસ બાતમી આધારે શેલણા ચોકડી પાસે વોચ ગોઠવી, ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી લીધેલ છે.

*પકડાયેલ મુદ્દામાલઃ-*
અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ – ૫૪૫૮, કિં.રૂા.૧૪,૭૬,૨૬૪/- તથા મોબાઇલ ફોન નંગ – ૧, કિં.રૂા.૫૦૦/- તથા ટ્રક નંબર- RJ-19-GA-4101 કિં.રૂા.૧૫,૦૦,૦૦૦/- મળી *કુલ કિં.રૂા.૨૯,૭૬,૭૬૪/- નો મુદ્દામાલ.*

*પકડાયેલ આરોપીઃ-*
જયકીશન ધીમારામ વૈષ્ણવ, ઉં.વ.-૪૦, ગામ-શોભાલા દર્શન, તા.ચોહટન, જિ.બાડમેર (રાજસ્થાન).

*પકડવાના બાકી આરોપીઓઃ-*
1️⃣ અશોક જયતાભાઇ બોરીચા, રહે.લુવારા, તા.સાવરકુંડલા.
2️⃣ હરદીપ દડુભાઇ વાળા, રહે.માણાવાવ, તા.ધારી.
3️⃣ પથુ દડુભાઇ પટગીર, રહે.ઘોબા, તા.સાવરકુંડલા.

આ અંગે *ગુજરાત પ્રોહિબીશન અધિનિયમ* અનુસાર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ *વંડા પોલીસ સ્ટેશન* માં સોંપી આપેલ છે, અને પકડવાના બાકી આરોપીઓને હસ્તગત કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

આ કામગીરી *ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી. શ્રી.અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબના માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમના પ્રફુલ્લભાઇ જાની, મહેશભાઇ ભુતૈયા, મયુરભાઇ ગોહિલ, જયરાજભાઇ વાળા, રાહુલભાઇ ચાવડા, ભીખુભાઇ ચોવટીયા, જયસુખભાઇ આસલીયા, સુખદેવભાઇ ગોંડલીયા, દેવાંગભાઇ મહેતા, દયાબેન જસાણી, ગિરીરાજસિંહ જાડેજા, ભાવિનગીરી ગોસ્વામી, રાહુલભાઇ ઢાપા, ધવલભાઇ મકવાણા, ઉદયભાઇ મેરીયા, મહેશભાઇ મુંધવા, જે.પી.કોચરા, હરેશભાઇ કુવારદા, કેતનભાઇ ગરાણીયા* વિ.દ્વારા કરવામાં આવેલ છે.

IMG-20201015-WA0004-2.jpg IMG-20201015-WA0005-1.jpg IMG-20201015-WA0003-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *