*આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા સંગઠનની બેઠક યોજાઇ અને બેઠકમાં ઉપસ્થિત હોદ્દેદારો, આગેવાનો અને તાલુકા-શહેરના પ્રમુખશ્રીઓ અને મહામંત્રીશ્રીઓને સંગઠનાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું.*
આ બેઠકમાં ગુજરાત રાજ્યના માન. મંત્રી-વ-જીલ્લા ઇન્ચાર્જ શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ-વ-પ્રદેશ ઈલેક્શન ઇન્ચાર્જ શ્રી જીતુભાઈ વાઘાણી, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, જીલ્લા ભાજપના મહામંત્રીશ્રીઓ શ્રી પીઠાભાઈ નકુમ, શ્રી પુનાભાઈ ગજેરા અને શ્રી ભુપેન્દ્રભાઈ બસિયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.



