Uncategorized

આજના શ્રાવણે શિવ દર્શન શ્રી ફતેશ્વર મહાદેવ મંદિર *આજના માહિતીદર્શક:- નાથાભાઇ નંદાણીયા(શિવમ ચક્ષુદાન કેન્દ્ર -આરેણા)*

માંગરોળ
તા.7.8.2020

આજના શ્રાવણે શિવ દર્શન
શ્રી ફતેશ્વર મહાદેવ મંદિર

*આજના માહિતીદર્શક:- નાથાભાઇ નંદાણીયા(શિવમ ચક્ષુદાન કેન્દ્ર -આરેણા)*

માંગરોળથી સોમનાથ તરફ જતાં ૧૦ કિ.મી.ના અંતરે આરેણા ગામની બાજુમાં ફતેશ્વર મહાદેવ મંદિર અને આશ્રમ આવેલ છે.
આ શિવલિંગની પ્રતિષ્ઠા નાથસંપ્રદાયના ભાગીનાથબાપુએ વૈદિક યજુર્વેદ પરંપરા મુજબ ઈ.સ.૧૯૫૯માં કરી હતી.
ઈ.સ.૧૯૬૫માં ભાગીનાથબાપુની હયાતીમાં ત્યાં સ્વામી ગુરુ ચરણાનંદ ચૈતન્યતિર્થજી આ આશ્રમમાં પધારેલ.ઈ.સ.૧૯૬૭માં ભાગીનાથબાપુએ સમાધી લીધી.
ઈ.સ.૧૯૮૧-૮૪ના સમયગાળામાં સ્વામિગુરુ ચરણાનંદચૈતન્યતિર્થજી નર્મદાના કાંઠે એકાંતવાસમાં રહ્યા.ત્યાંથી આશ્રમે પરત ફરી આ પાવનભુમિ પર પોતાના તપોબળના તેજનો પુંજ પાથર્યો.ઈ.સ.૧૯૮૮માં મૌન કુટીરનું નિર્માણ કર્યું.
પૂજ્ય સ્વામિગુરુ ચરણાનંદચૈતન્યતિર્થના સાંનિધ્યમાં આ આશ્રમ ઉજાગર થયો.આજુબાજુના ગામ ઉપરાંત પણ બહારના અનેક નામી અનામી લોકો આ આશ્રમની અવારનવાર મુલાકાત લેતા.
શ્રાવણ માસ દરમિયાન અહિં ભક્તોની ભીડ રહેતી.શ્રાવણ

શ્રાવણ માસ દરમિયાન અહિં ભક્તોની ભીડ રહેતી.શ્રાવણ માસના દર સોમવારે અને અમાસના દિવસે અહિં ભગવાન આશુતોષને દિપમાળા અને શ્રુંગાર કરવામાં આવતો.તેમજ નાળિયેર પાણીથી અભિષેક અને અમાસના દિવસે સવા લાખ બિલિપત્રથી પૂજા કરવામાં આવતી.અહિં બે શિવ મંદિર છે. લાંગડી નદીના કિનારે આ આશ્રમ આવેલ છે.૨૦૧૧માં સ્વામિગુરુ ચરણાનંદચૈતન્યતિર્થજીએ સમાધી લીધી.શિવ મંદિરની બાજુમાં તેમનું સમાધી સ્થાન છે.
અહિં દક્ષિણ ભારતની પરંપરા મુજબ શિવરાત્રીના દિવસે પણ બિલિપત્ર અને નાળિયેર પાણીનો અભિષેક કરવામાં આવે છે.અને ભાદરવા સુદ પાચમ(ઋષિપંચમી)ના દિવસે મેળો ભરાય છે.આજુબાજુના ઘણા લોકો આ મેળાનો લાભ લે છે.
આ રીતે ફતેશ્વર આશ્રમનું અનેરુ મહાત્મય છે.પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તોએ અવશ્ય આ મંદિરની મુલાકાત કરી શિવ દર્શન કરવા જોઈએ.

રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ

માસના દર સોમવારે અને અમાસના દિવસે અહિં ભગવાન આશુતોષને દિપમાળા અને શ્રુંગાર કરવામાં આવતો.તેમજ નાળિયેર પાણીથી અભિષેક અને અમાસના દિવસે સવા લાખ બિલિપત્રથી પૂજા કરવામાં આવતી.અહિં બે શિવ મંદિર છે. લાંગડી નદીના કિનારે આ આશ્રમ આવેલ છે.૨૦૧૧માં સ્વામિગુરુ ચરણાનંદચૈતન્યતિર્થજીએ સમાધી લીધી.શિવ મંદિરની બાજુમાં તેમનું સમાધી સ્થાન છે.
અહિં દક્ષિણ ભારતની પરંપરા મુજબ શિવરાત્રીના દિવસે પણ બિલિપત્ર અને નાળિયેર પાણીનો અભિષેક કરવામાં આવે છે.અને ભાદરવા સુદ પાચમ(ઋષિપંચમી)ના દિવસે મેળો ભરાય છે.આજુબાજુના ઘણા લોકો આ મેળાનો લાભ લે છે.
આ રીતે ફતેશ્વર આશ્રમનું અનેરુ મહાત્મય છે.પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તોએ અવશ્ય આ મંદિરની મુલાકાત કરી શિવ દર્શન કરવા જોઈએ.

રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ

IMG-20200807-WA0018-2.jpg IMG-20200807-WA0017-1.jpg IMG-20200807-WA0016-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *