Uncategorized

આજે કોવિડ-૧૯ના વધુ ૨ પોઝિટિવ કેસ: કુલ ૪૪*

*આજે કોવિડ-૧૯ના વધુ ૨ પોઝિટિવ કેસ: કુલ ૪૪*

*ઈશ્વરિયાના ૫૦ વર્ષીય પુરુષ અને સાવરકુંડલાના ૪૭ વર્ષીય પુરુષ પોઝિટિવ*

*૪ મૃત્યુ, ૧૫ ડિસ્ચાર્જ અને ૨૫ સારવાર હેઠળ*

અમરેલી, તા: ૨૨ જુન ૨૦૨૦

આજે તા: ૨૨ જૂનના અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના વધુ ૨ પોઝિટિવ કેસ નોંધાયા હતા. અમરેલીના ઈશ્વરિયાના ૫૦ વર્ષીય પુરુષ અને સાવરકુંડલાના ૪૭ વર્ષીય પુરુષનો કોવિડ-૧૯ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઈશ્વરિયાના પુરુષની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જાણવા મળેલ નથી જયારે સાવરકુંડલાના પુરુષ તાજેતરમાં કોવિડ-૧૯ પોઝિટિવ આવેલા દર્દીના સંપર્કમાં આવ્યા હતા.

હાલ આ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કન્ટેઈનમેન્ટઝોન તરીકે જાહેર કરવાની તેમજ દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને કોરેન્ટાઇન કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં કુલ ૪ દર્દીઓના દુઃખદ અવસાન થયા છે અને ૧૫ દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે. કુલ ૪૪ પોઝિટિવ કેસમાંથી હાલ ૨૫ એક્ટિવ કેસ છે.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756

IMG-20200622-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *