Uncategorized

આવશ્યક ચીજવસ્તુના વેચાણકેન્દ્રોના મુક્તિપાસની મુદત ૩ મે સુધી માન્ય*

*આવશ્યક ચીજવસ્તુના વેચાણકેન્દ્રોના મુક્તિપાસની મુદત ૩ મે સુધી માન્ય*

મુક્તિપાસ રીન્યુ કરાવવા કચેરીએ જવાની જરૂર નથી

અમરેલી, તા. ૧૫ એપ્રિલ

કોરોનાના સંક્રમણને અટકાવવા માટે વડાપ્રધાનશ્રી દ્વારા ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. લોકડાઉન દરમિયાન રોજિંદા જીવનમાં જરૂરી ચીજવસ્તુઓ નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે સરકારશ્રીના નીતિ-નિયમો મુજબ કરીયાણુ, શાકભાજી, ફળ, દવા, પેટ્રોલપમ્પ વગેરે જેવી આવશ્યક ચીજવસ્તુઓના વેચાણકેન્દ્રો ખુલ્લા રાખવા માટે મંજૂરીના પાસ આપવામાં આવ્યા હતા. જેની મુદત તા. ૧૪ એપ્રિલ સુધી માન્ય રાખવામાં આવી હતી. પરંતુ લોકડાઉન વધતાં હવે એ પાસની મુદત તા. ૩ મે સુધી લંબાવવામાં આવી છે. જેથી કોઈએ જૂનો પાસ રીન્યુ કરવા અત્રેની કચેરી ખાતે ન આવતા આપમેળે જ તમામ મુક્તિપાસની મુદત પ્રવર્તમાન લોકડાઉનની શરતોને આધીન તા. ૦૩/૦૫/૨૦૨૦ સુધી માન્ય ગણવાની રહેશે. મુક્તિપાસને લગતી તમામ શરતો અને નિયમોનો સખ્તપણે પાલન કરવાનું રહેશે. અન્યથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
_________________

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *