જૂનાગઢ
તા.23.4.2020
ઉનાળુ મગફળી અને બાજરીનું વાવેતર કરતા ખેડૂતો માટે ઉપયોગી સૂચનો
જૂનાગઢ : ઉનાળુ મગફળી અને બાજરીનું ખેડૂતો વાવેતર કરી રહયા છે. ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી એ ખેડૂતોને કેટલીક ભલામણ કરી છે. જેના વાવેતર થી લઈ કાપણી સુધીની ભલામણ કરવામાં આવી છે.
ઉનાળુ મગફળી-
લીલી પોપટી કે થ્રીપ્સના નિયંત્રણ ડાયમિથોએટ ૩૦ ટકાઇ.સી.૧૦ મી.લી.,ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ ટકા એસ.એલ.૨ મી.લી.કે મિથાઇલ-ઓ-ડીમેટોન ૨૫ટકા ઇ.સી. ૧૦ મી.લી. પૈકી કોઇપણ એક દવા ૧૦ લીટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો.
લીફમાઇનરના નિયંત્રણ માટે થાયોમીથોકઝામ ૩ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
મગફળીના પાનના ટપકાના નિયંત્રણ માટે કલોરોથેલોનીલ ૨૬ ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોન ૧૦મીલી ૧૦લીટર પાણીમાં નાંખી બે કે ત્રણ છંટકાવ કરવા.
અફલાટોક્સીન ઘટાડવા માટે ઉપાડતી વખતે ડોડવાને ઇજા ન થાય તે ખાસ જોવુ અને ફૂગ લાગેલા તથા નુકશાન પામેલ ડોડવાને દુર કરવા અને ડોડવામાં ૮ટકા ભેજ રહે ત્યાં સુઘી સુકવી સંગ્રહ કરવો.
પ્રોડેનીયનો ઉપદ્રવ જણાય તો કિવનાલફોસ ૨૫ટકા ઇ.સી. ૨૦મી.લી., કલોરપાયરીફોસ ૨૦ટકા ઇ.સી.૨૫ મી.લી. કે મીથોમાઇલ ૫૦ટકા ઇ.સી. ૧૦ મી.લી. પૈકી કોઇ પણ એક દવાનો જરૂર જણાય તેમ વારાફરતી ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
ઉનાળુ બાજરી –
પાક નીંઘલ અવસ્થાએ આવે ત્યારે પૂર્તિ ખાતરનો બીજો હપ્તો હેકટર દીઠ ૩૦ કિલોગ્રામ નાઇટ્રોજન તત્વ એટલે કે ૬૬ કિલો ગ્રામ યુરીયા અથવા ૧૫૦ કિલોગ્રામ એમોનીયમ સલ્ફેટ ખાતર આપવુ.
થુલી અવસ્થાએ પાણી આપીને વાતાવરણ ભેજયુક્ત અને ઠંડુ રાખવું જેતી દાણાનો ભરાવો સારો થાય.
પક્ષીઓથી પાકને બચાવવા માટે વહેલી સવારે અને સાંજે સાચવણી કરવી.
બાજરીના ડુંડાને દબાવવાથી દાણાછુટા પડે પછી જ કાપણી કરવી.
તળછારાનો રોગ જણાય તોછોડ ઉપાડી નાશ કરવો.
લીલી ઇયળના નિયંત્રણ માટે કલોરપાયરીફોસ, ડી.ડી.વી.પી. નો છંટકાવ કરવો.
રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ