ઉપલેટામાં લોકગાયક માલદેભાઈ આહિરના ધરે પખવાડીયુ રહીને લોકસંગીત શીખવા આવેલી લ્યુસીયા બ્રિન્સના મુત્યુ સાથે એક અધ્યાયનો અંત
જમૅનીની મહિલાના અંતિમ શબ્દો હતા છેલ્લા શ્ર્વાસ સુધી સૌરાષ્ટ્ર ભૂલાતુ નથી
સૌરાષ્ટ્રના આહિરના ઉતારે આતિથ્ય માણી ગયલ જમૅનીની લ્યુસીયા બ્રિન્સ
એજી તારા આગણિયા પુછીને જો કોઈ આવે આવકારો મીઠો આપજે જે પ્રદેશની માટીના ગીતોમાં પણ આતિથ્ય સત્કારની આવી ઉદાત ભાવના દશાવી હોય ત્યાનું આતિથ્ય આવકારનો સત્કાર જેણે અનુભવ્યો હોય એના માટે એ સમય આજીવન અમીટ બની રહે છે
રાજકોટ જીલ્લાના ઉપલેટા ગામે લોકગાયક રેડીયો-ટીવી કલાકાર માલદેભાઈ આહીરના ધરે એક પખવાડિયાનું આતિથ્ય માણી ગયેલી જમૅનીની મહિલા લ્યુસીયા બ્રિન્સનો અનુભવ આવો જ હતો જે તેને જીવનના છેલ્લા સમય સુધી યાદ રહ્યો જિંદગીની અંતિમ ધડીમા પણ તેણે આ આહિર પરિવારના આતિથ્ય-સત્કારને સૌરાષ્ટ્રની માટીની મહેકને યાદ કરી લખ્યું કે સૌરાષ્ટ્રમાં જે પ્રેમ લાગણી મળ્યા તે છેલ્લા શ્ર્વાસ સુધી ભુલી નથી શકતી વિશ્ર્વભરના દેશોનું પરિભ્રમણ કરી ચુકેલી હિમાલયની ગિરીકંદરાઓ ભોમિયા વિના ભખી ચૂકેલી સંગીત માટે એ.આર.રેમાનને પણ મળી ચૂકેલી લ્યુસીયા દોઢેક વષૅ પહેલા ઉપલેટા આવી હતી તેને અહીપ લોકસંગીત આકષી લાગ્યાં હતું લ્યુસીયા મૂળ સંગીતનો જીવ જમૅનીમાં તે મ્યુઝિક એકેડમીમા માસ્ટર હતા ભારતમા પણ અલગ-અલગ પ્રદેશના લોકસંગીત શીખ્યા હતા પરંતુ તેને ભાવવહી સંવેદનશીલ લોકસંગીત શીખવું હતું એના માટે રેડીયો દુરદશૅન વગેરેના માધ્યમથી સૌરાષ્ટ્ર જવા કહેવામાં આવ્યું અને જાણીતા ગાયક કલાકાર પ્રફુલભાઈ દવેને પુત્ર થકી તેઓ ઉપલેટામા માલદેભાઈ આહિરના આગણે આવ્યા કયારેક માલદેભાઈના ધરે તો કયારેક વાડીએ એમ પંદરથી વધુ દિવસો અહી રહ્યા અને એ દરમિયાન દુહા-છંદ, રાસડા,ભજન વગેરે શીખ્યા સાથે ગાયોને દોહતા પણ શીખ્યા માલદેભાઈના માતા તેમને તાજું દોહ્યોલુ શેટકઢુ દૂધ આપતા રોટલો ચોળીને આપતા આ પ્રેમ લાગણી તે ભાષા વગેરે પણ સમજતા હતા આ બધી સ્મૃતિઓ તેણે પોતાના કેમેરામાં સાચવી હતી એ દિવસો યાદ કરતા માલદેભાઈ છે કે સૌરાષ્ટ્ર પાસે માંના ગભૅમા બાળક આકાર લે ત્યારથી મૃત્યુ સુધીના ગીતો છે લ્યુસીયાની ધગશ અને પ્રજ્ઞા એટલી તેજ હતી કે એક જ બેઠકમાં તે હનુમાનચાલીસા અને હાલરડાં ગાતા શીખી ગયા સૌરાષ્ટ્રના વીર પુરુષો પૈકી મુળુ માણેકનો રાસડો પણ શીખ્યા એ રાસનો મેડમ મેરી નામના મહિલાએ અંગ્રેજીમાં અનુવાદ પણ કયો છે લ્યુસીયા સંગીતમાં જ નહી અનેક કળામાં નિપૂણ હતી ભારતીય યોગના તેઓ નિપૂણ હતા તેમણે જમૅનીમા ધણાને યોગનું પ્રશિક્ષણ આપ્યું છે ભાદર નદી જોવા ગયા ત્યારે અચાનક તેમાં છલાંગ મારી માછલીની જેમ તરતા તરતા તેમને સામાકાઠે પહોંચી ગયા હતા આવી સ્ફૂર્તિ ૪૮ વષૅ હતી આમતો લાગણીની કોઈ ભાષા નથી હોતી છતાં ભાષાકીય મુશ્કેલી પડે ત્યારે માલદેભાઈની પુત્રી માનસી મદદરૂપ થતી લ્યુસીયા કહતી કે ભારત માં વિધાથીઓ શીખવા નથી માગતા હું જીવનના છેલ્લા શ્ર્વાસ સુધી શીખતી રહીશ થોડા વખત પહેલા તેમને મગજની બીમારી થઈ અને મરણપથારીએથી તેમણે માલદેભાઈ આહિરને પોતાની સૌરાષ્ટ્ર પ્રત્યેની લાગણી વ્યક્ત કરી એક સપ્તાહ પહેલા તેમનું અવસાન થયું ત્યારે સૌરાષ્ટ્ર સાથે જમૅનીની જોડાઈ ગયેલી લાગણીનો એક અધ્યાય જણે સમાપ્ત થયો
સ્ટોરી:-વિપુલ ધામેચા ઉપલેટા


