કોરોનાવાયરસ સામે રક્ષણ મેળવવા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરી મોઢે માસ્ક વગર નીકળી પડેલા શહેરીજનોને નગર પાલિકા અને પોલીસે ૪૦ જેટલા લોકો ને રસ્તા ઉપર ઉભા રાખી જાહેરનામાના ભંગ બદલ દંડ ફટકારવામાં આવતા ફફડાટ ફેલાઈ ગયો હતો શહેરમાં અશ્વિન ટોકીઝ ,ગાંધી ચોક,રાજમાર્ગ રોડ સહિત વિવિધ વિસ્તારમાં પી.એસ.આઈ બેરા નગરપાલિકાના કમૅચારીઓ મનોજભાઈ ગોહેલ, જીતુભાઈ બારૈયા સહિત અધિકારીઓ દ્વારા દંડની વસુલાત કરવામાં આવી
રિપોર્ટ:વિપુલ ધામેચા ઉપલેટા