*ઉમેદવારો રોજગાર કચેરીમાં ઓગસ્ટ-૨૦૨૦ સુધી નામ નોંધણી રીન્યુ કરાવી શકશે*
અમરેલી, તા: ૧૫ જુન ૨૦૨૦
જિલ્લા રોજગાર કચેરી અમરેલી ખાતે નોંધાયેલ રોજગારવાંછુ ઉમેદવારોને જણાવવાનું કે કોરોના વાયરસ મહામારીના કારણે ૨૫-૩-૨૦૨૦ થી ૩૧-૫-૨૦૨૦ના લોકડાઉન દરમિયાન રોજગાર કચેરીઓની સેવાઓ મુલતવી રહેતાં જે ઉમેદવારો ને પોતાની નામ નોંધણી માર્ચ ૨૦૨૦ થી મે ૨૦૨૦ દરમિયાન રિન્યુઅલ કરાવવાની હતી પરંતુ લોકડાઉનના કારણે કરાવી શક્યા નથી તેઓને નુકસાન ન થાય તે હેતુથી તેવા ઉમેદવારોને ઓગસ્ટ ૨૦૨૦ સુધી રીન્યુનો લાભ આપવામાં આવશે. જેથી જિલ્લા રોજગાર કચેરી અમરેલી ખાતે આ સમયગાળામાં નોંધાયેલ સર્વે ઉમેદવારોએ નોંધણી કાર્ડ અમરેલી જિલ્લા રોજગાર કચેરી ખાતે રૂબરૂ અથવા ઇ-મેઇલ દ્વારા ઓગસ્ટ ૨૦૨૦ સુધીમાં રિન્યુઅલ કરાવી શકાશે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756
