*કારકિર્દીને મૂંઝવતા પ્રશ્નો માટે કેરિયર કાઉન્સિલિંગ સેવા કાર્યરત*
*રોજગાર કચેરી દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાશે*
અમરેલી, તા: ૧૫ જુન ૨૦૨૦
હાલ નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે દેશ અને દુનિયામાં પ્રયત્નો થઇ રહ્યા છે સરકાર દ્વારા લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે તેવા સમયમાં યુવાનો અને રોજગારવાંચ્છુઓ ઘરમાં રહીને રોજગાર કચેરીની વિવિધ સેવાઓ ઘરે બેઠા મેળવે તે આશયથી જિલ્લા રોજગાર કચેરી અમરેલી દ્વારા કેરિયર કાઉન્સેલિંગ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓ તેમની કારકિર્દીને મૂંઝવતા પ્રશ્નો ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ પછીના વિકલ્પો અભ્યાસ પૂર્ણ કરેલ ઉમેદવારો માટે રોજગારીની તકો, સ્વરોજગારીની તકો, સંરક્ષણની ભરતી પ્રક્રિયાની માહિતી લશ્કરી ભરતી પૂર્વેની નિવાસી બિન નિવાસી તાલીમમાં જોડાવવા અંગેની વિવિધ માહિતી વગેરે વિનામૂલ્યે પૂરી પાડવા જિલ્લા રોજગાર કચેરીના કેરિયર કાઉન્સિલર દ્વારા જાહેર રજા સિવાયના દિવસે સવારે ૧૦.૩૦ થી બપોરના ૨ કલાક દરમિયાન ટેલી કાઉન્સિલિંગ સેવા દ્વારા માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
જિલ્લા રોજગાર કચેરીની સેવાઓનો લાભ ઘરે બેઠા મેળવવા માંગતા ઉમેદવારોએ તથા નોકરીદાતાઓએ પોતાનું પૂરું નામ-સરનામું, કોન્ટેક્ટ નંબર, ઇ-મેલ આઇડી અને મેળવવા માંગતા હોય એવી સેવાની વિગત સાથે કચેરીના ઇ-મેલ આઇડી dee-amr@gujarat.gov.in તથા કચેરીના લેન્ડલાઈન નંબર ૦૨૭૯૨ ૨૨૩૩૯૪ પર જાહેર રજા સિવાયના દિવસોમાં ૧૧ થી સાંજના ૫ કલાક દરમિયાન સંપર્ક કરવો.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756
