કુકાવાવ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અમરેલી જિલ્લાના નાના મોટા વેપારીઓ લઘુ ઉદ્યોગ કારો માટે આથિર્ક સહાય માટે મુખ્ય મંત્રી શ્રી ને કરાયેલ રજુઆત. સમગ્ર વિશ્વ વ્યાપી કેારોના મહામારી અંતર્ગત માચॅ મહિના થી આવેલા લોક ડાઉન ના કારણે સમગ્ર અમરેલી જિલ્લા ના નાનાં મોટાં વેપારીઓ જેવાં કે કાપડ, કટલરી, રેડીમેડ, સોની, દરજી, સુથાર, બુક સ્ટોર, પાન બીડી, ચા, લોજ, ઓટો પાટॅસ, હાડॅવેર, વગેરે તમામ વ્યવસાય બંધ હતા. ધીમે ધીમે અન લોક ડાઉન થયા પછી પણ તમામ ધંધા માં મંદિ છે , નાનાં વેપારીઓને પોતા નું ઘર ચલાવવું પણ મુશ્કેલ છે છતાંય નાનાં, મોટા વેપારીઓ તમામ, સરકારી ટેક્ષો જેવાં કે GST, INCOME TEX, દરેક પ્રકારના રીટનॅ,સરકારી વેરા નિયમિત ભરતા હોય છે, મધ્યમ વર્ગ ની હાલત એવી કફોડી છે કે કોઈ પાસે માંગી શકતાં નથી કે કોઈને કંઈ કહી શકતાં નથી, સરકાર દ્વારા લોક ડાઉન સમય માં તમામ નાનાં, મોટા વગॅ ને સહાય કરેલ છે, તેવીજ રીતે નાનાં , મોટા વેપારીઓને, લઘુ ઉદ્યોગને ૦ ટકા વ્યાજ થી લોન અથવાતો આથિર્ક સહાય પેકેજ આપવા ની તાતી જરૂર છે. સન ૨૦૧૫ માં આવેલ પુર હોનારત માં કુકાવાવ, વડિયા, બગસરા, અમરેલી તાલુકાના ગામડાઓમાં વેપારીઓ ની દુકાનો માં ચાર ચાર ફુટ પાણી આવી જવા થી લાખો રૂપિયાનો માલ પલળી ને ખરાબ થઇ ગયેલ, તે વખતે કુકાવાવ, વડિયા, બગસરા ના ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખો ગાંધીનગર ખાતે મુખ્ય મંત્રીશ્રી ને રુબરુ આ અંગે રજુઆત કરતા કુકાવાવ, વડિયા, બગસરા, અમરેલી તાલુકાના પુર હોનારતમાં નુકશાન થયેલા વેપારીઓ ને રોકડ સહાય ચુકવેલ. તેવીજ રીતે કોરોના સંકટ ના કારણે દરેક ધંધા માં આવેલ મંદિ ના કારણે નાના મોટા વેપારીઓ , લઘુ ઉદ્યોગ કારો ને આથિર્ક સહાય, ૦ ટકા વ્યાજ થી લોન આપવામાં આવે તે બાબતે કુકાવાવ ચેમ્બર કોમર્સ દ્વારા મુખ્ય મંત્રીશ્રી, તેમજ ઉચ્ચ સતાવાળાઓ સમક્ષ સાદર રજુઆત કરેલ છે.
