કુકાવાવ ના ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ અરવિંદ ભાઈ સોની ની અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ના સંગઠન મંત્રી તરીકે નિમણૂક. તાજેતરમાં અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ ચતુરભાઈ અકબરી દ્વારા કુકાવાવ ચેમ્બર પ્રમુખ અરવિંદ ભાઈ સોની ને અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ ના સંગઠન મંત્રી તરીકે નિયુકત કરવામાં આવતા કુકાવાવ ગામ નું અને કુકાવાવ તાલુકા નું ગૌરવ વધારેલ છે છેલ્લા ઘણા વર્ષોથી અરવિંદ ભાઈ સોની વિવિધ સેવા કિય પ્રવ્રુતિ થી જોડાયેલા છે. તેમજ કુકાવાવ ચેમ્બર પ્રમુખ તરીકે વેપારીઓ ની વિવિધ અને જટિલ સમસ્યાઓ તેમ જ લોક ઉપયોગી જાહેર હિત ના પ્રશ્નો જેવાકે રેલવે, એસ. ટી., આરોગ્ય, શિક્ષણ, બેંક, વિગેરે સરકારીતંત્ર ના પ્રશ્નો સવેॅ આગેવાનો ને સાથે રાખીને ઉકેલવા ના સકારાત્મક પ્રયાસોથી લોકચાહના મેળવેલ છે. જિલ્લા કક્ષાએ ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ ના સંગઠન મંત્રી તરીકે પસંદગી પામતાં કુકાવાવ શહેર તેમજ કુકાવાવ તાલુકા ના તથા અમરેલી જિલ્લા ના આગેવાનો , પત્રકારો, કુકાવાવ વેપારી મહામંડળ, કુકાવાવ ચેમ્બર ઓફ કોમર્સ ના ઉપપ્રમુખ ભીમજીભાઈ વેકરીયા, સેકેટરી શશીકાંત ભાઈ જોષી, ખજાનચી હરેશભાઈ તેરૈૈયા, ચેમ્બર ના તમામ મેમ્બર, ગા્મજનો, સોની સમાજ ના આગેવાન દિપકભાઈ સોની, વિનુભાઇ સોની,ભરતભાઈ સોની,હિતેશભાઈ ધકાણ,તેમજ દરેક સમાજના આગેવાનો એ અરવિંદ ભાઈ સોની ને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી છે.
