કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબ હસ્તે અમરેલી જીલ્લા હોમગાર્ડ અધિકારી ઓને મુખ્યમંત્રી મેડલ અર્પણ કરવામાં આવ્યા.-
ગુજરાત સરકાર શ્રી દ્વારા જાહેર કરાયેલ માનનીય મુખ્યમંત્રી શ્રી ના મેડલ અમરેલી જીલ્લા હોમગાર્ડ ના ચાર અધિકારી ઓને કેન્દ્રીય મંત્રીશ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ ના વરદ હસ્તે જીલ્લા હોમગાર્ડ કચેરી ના હંસાબેન મકાણી સ્ટાફ ઓફિસર લીગલ, બગસરા હોમગાર્ડ યુનિટ ના અધિકારી સુરેશભાઈ પાઘડાળ, ધારી હોમગાર્ડ યુનિટ ના માઢકભાઈ, ડેડાણ હોમગાર્ડ અધિકારીશ્રી ઘનશ્યામભાઈ કચ્છી ને એનાયત કરવામાં આવ્યા હતા એ તકે અમરેલી જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટશ્રી અશોકભાઈ જોષી તથા પૂર્વ જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ આર.એમ.કાપડિયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.
ફોટો / રિપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી સાવરકુંડલા