કોરોના સંક્રમણ ને રોકવા વડિયા વિસ્તારમાં ધનવંતરી રથ થી ડોર ટૂ ડોર દવા વિતરણ
મામલતદાર ભીંડી, સરપંચ ઢોલરીયા, આરોગ્ય તંત્ર એ સ્લમ વિસ્તારમાં દવા નૂ વિતરણ કર્યું
વડિયા
કોરોના મહામારી થી પરેશાનીઅમરેલી ના તંત્ર ને જાણે બુલેટ ટ્રેન ની ગતિએ કામે લગાડ્યું હોય તેમ રોજ એક નવી કામગીરી ના નામે ફિલ્ડ માં જોવા મળી રહ્યુ છે. વતનપ્રેમી લોકો ના આગમન થી ઉભરાતા અમરેલી જિલ્લા માં કોરોના સંક્રમણ ના વધતા કેસ ને રોકવા તંત્ર દ્વવારા ધનવંતરી રથ રૂપી મેડિકલ વાન દ્વવારા વડિયા ગામ માં આખો દિવસ પછાત વિસ્તારો અને સમગ્ર ગામમાં ડોર ટૂ ડોર જય લોકો માં રોગપ્રતિકારક શક્તિ વધે ટે હેતુ થી હોમીયો પેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. જેમાં અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વવારા વડિયા કુંકાવાવ તાલુકા ના આરોગ્ય વિભાગ ના ડોક્ટર દ્વવારા આ રથ રૂપી વેન માં મેડિકલ સામગ્રી સાથે મેડિકલ ચેક અપ દ્વવારા લોકો ને દવા આપી કોરોના ને કોઈ શરદી, ખાસી, તાવ જેવા લક્ષણો જણાય તો આરોગ્ય વિભાગ નો સંપર્ક કરવા અને કોરોના થી બચવાં શુ કરવુ ? શુ ના કરવુ? આ બાબત ના પેમ્પલેટ બનવી તેનું વિતરણદવા સાથે કરવામાં આવ્યુ હતુ. આ સમગ્ર કામગીરી માં આરોગ્ય વિભાગ ની સાથે વડિયા મામલતદાર પ્રશાંત ભીંડી,ઉપ સરપંચ છગન ઢોલરીયા, તલાટી રામાણી, સર્કલ વાઘેલા,ધ્રુવ ભાઈ વગેરે પણ પછાત વિસ્તારમાં જય રૂબરૂ મુલાકાત લઇ રોગપ્રતિકારક શક્તિ વધે ટે માટે દવા વિતરણ અને જાગૃતિ માટે કામ કરતા નઝરે પડ્યા હતા. આ રીતે તંત્ર ને હરકત માં આવતુ જોઈ લોકો ને પણ નવાઈ લાગી હતી કે હવે તો આપના ઘરે તંત્ર દવાખાનું લઇ ને આવ્યુ છે. એકંદરે તંત્ર કોરોના ના કેસ વધતા સફાળું જાગી રાતદિવસ તેને રોકવા ધમપછાલા કરતુ હોય તેવું લાગી રહ્યુ છે.
રીપોર્ટર રાજુભાઈ કારડીયા વડીયા