ખરાબ રસ્તાઓને કારણે વાહન ચાલકોને પારાવાર પરેશાનીનો સામનો કરાવો પડે છે.દામનગરમા સત્તાધીશો નાં પાપે આમજનતા ને ખુબજ તકલીફો સાથે સહન કરવું પડતું હોય છે.અધૂરામાં પુરુ જ્યારે વરસાદ પડે છે ત્યારે તો જનતા તોબા પોકારી ઉઠે છે તો સત્તાધીશો થિગડા મારીને સંતોષ માની લે છે.દામનગરમાં આંબેડકર ચોક પાસેનો રસ્તો એટલો બધો ખરાબ અને ખાડા વાળો થયો છે છતા જવાબદાર લોકો આ બધો તમાશો જોયા કરે છે.સામાન્ય વરસાદ થી કાદવ કીચડ થી લોકો પરેશાન થયાં છે.આવા ખાડા તો ઠેર ઠેર છે.લોકોના પ્રશ્નો અને સમસ્યાઓ હલ કરો.અહેવાલ અતુલ શુકલ.



