ન્યૂઝ ખાંભા
*ખાંભા તાલુકાના તાતણીયા ગામે ચાલતી ગુજરાતી શોર્ટ ફિલ્મના શુટિંગ દરમિયાન મુલાકાત લેતા પ્રેસ રિપોર્ટર હસમુખ.શિયાળ*
આજનો યુવાન વર્ગ જ્યારે શહેર તરફની ઘેલછામાં મશગૂલ થઈને ગામડાની સંસ્કૃતિથી વિમુખ થતો જાય છે ત્યારે આવા સમયે ગુજરાતી શોર્ટ ફિલ્મમા ગુજરાતના ગામડાંઓની સંસ્કૃતિને. YouTube channel દ્વારા ઘર ઘર સુધી પહોંચાડી ને સુંદર મજાનું કામ કરી રહ્યા છે આ એકટરો,ગામડાંની ભાષાની મીઠાસ અને પોશાક આબેહૂબ દર્શન થાય કાઠિયાવાડી લોકો ના માન મર્યાદા અને મોભો તેમજ આવકારો આ શોર્ટ ફિલ્મમાં જોવા મળે છે આજના સમયમાં કોઈ પાસે સમય નથી ત્યારે આવી શોર્ટ ફિલ્મ આશિર્વાદ રૂપ સાબિત થઈ રહી છે ,આવી ફિલ્મો ટુંક માં જાજુ કહીં જતી હોય છે,ત્યારે આજ રોજ ખાંભા તાલુકાના તાતણીયા (ગીર) ગામે ચાલતા ગુજરાતી શોર્ટ ફિલ્મ ની મુલાકાત પ્રેસ રિપોર્ટર હસમુખ.શિયાળ દ્વારા મુલાકાત લઈ પ્રોત્સાહનના પૂરું પાડ્યું અને ગામડાની સંસ્કૃતિ જીવંત રાખવા બદલ અને કામગીરી બિરદાવી હતી.જેમાં
Ps vedio & studio
પ્રોડ્યુસર પ્રવિણ ભાઈ જીકાદરા ડિરેક્ટર હિંમત જીકાદરા
આર્ટીસ્ટ જયુ દેશાણી, હેતલ કાઠીયાવાડી, વિનુ કાનાણી, હર્ષા બેન નારીગરા , સહદેવ દેશાણી , સંજના વૈષ્ણવ, પ્રવિણ જીકાદરા, હિંમત જીકાદરા ,
ડી ઓ પી પ્રદિપ જીકાદરા , નામદેવ જીકાદરા, વંદિત વરિયા ,ની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી.તેમજ મોટા પડદા પર આવનારી મેસ મોશન ફિલ્મ & દ્વારીકા એન્ટરટેઈનમેન્ટ પ્રસ્તુત કમીંગ સુન ફિલ્મ બેટી રીલેજીંગ ઓલ ગુજરાત ડિરેક્ટર હિંમત જીકાદરા
બેટી ફિલ્મ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે જ્યારે સરકાર બેટી બચાવો,બેટી પઢાઓ નું અભિયાન ચલાવે છે ,તેમજ સ્વચ્છતા અભિયાન વગેરે મસાલા આ ફિલ્મમાં ઉમેરવામાં આવ્યા છે આ પારિવારિક ફિલ્મ ટુંક સમયમાં જ રિલીઝ થવાની છે તો તમામ મિત્રો નજીકના થીયેટરો માં આ ફિલ્મ વધુ માં વધુ જોવે અને એમને સપોર્ટ કરે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા


