*અમરેલી કોરોના અપડેટ*
ગઈકાલે તા. ૩૦ મે ના અમરેલીના ગજેરાપરા વિસ્તારના ૫૫ વર્ષીય મહિલાનું મૃત્યુ થયેલ છે જેનો *કોરોના રિપોર્ટ* આજે તા. ૩૧ મે ના *પોઝિટિવ* આવેલ છે. આમ અમરેલી જિલ્લામાં કોરોના વાયરસનો વધુ ૧ પોઝિટિવ કેસ મળી કુલ ૧૦ કેસ નોંધાયેલ છે. જેમાંથી એક દર્દીનું દુઃખદ અવસાન થયું છે અને ૨ દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે.
– ગજેરાપરા વિસ્તારના મહિલા ૨૮ મે ના અમદાવાદથી અમરેલી આવ્યા હતા.
– આ મહિલા હાઈપર ટેંશન અને અસ્થમાના દર્દી હતા અને વધુ સારવાર અર્થે અમદાવાદ ગયા હતા પરંતુ લોકડાઉન લાગુ કરાતા ત્યાં જ રહ્યા હતા
– આ મહિલાને ગઈકાલે સવારે દાખલ કરવામાં આવ્યા ત્યારે જ એમની પરિસ્થિતિ ઘણી ક્રિટિકલ હતી
હાલ, આ મૃતક દર્દીના કોન્ટેક્ટમાં આવેલા તમામના ટ્રેસીંગની કાર્યવાહી તેમજ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.
*સુમિત ગોહિલ*
જિલ્લા માહિતી કચેરી
અમરેલી
રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ
