ગુજરાત સરકારનું સાહસ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (G.S.R.T.C.) દ્રારા પ્રજા માટે બનાવતા નવા બસ સ્ટેશનો મુસાફરો માટે આશીર્વાદરૂપ હોય છે,પરંતું અમરેલી જીલ્લાના દામનગર શહેરમાં રૂ.૯૦ લાખના ખર્ચે બનાવી તા.૨૨-૬-૨૦૧૯ નાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ(ઓન લાઈન)લોકાર્પણ કરેલ. અમરેલી નાં બેજવાબદાર અધિકારીના અણઘડ વહીવટને કારણે દામનગર નાં નવા બસ સ્ટેશનમાં છેલ્લાં ૬ મહિનાથી નેટ નું બીલ નહીં ભરવાને કારણે બુકિંગ,વિદ્યાર્થીઓના અપ-ડાઉનનાં પાસ ની કામગીરી બંધ છે.તેમજ ભાવનગર ડિવિઝનની પાલીતાણા-ગારિયાધાર ડેપોની દામનગર રૂટની બસનું બુકિંગ દામનગર થી થતુ નથી. આવડું મોટુ આધુનિક બસ સ્ટેશનને નેટ બંધ રહેતું હોય તાત્કાલિક અમરેલીના અધિકારી નેટ નું બીલ ભરીને નેટ ને લગતી તમામ કામગીરી શરૂ કરાવે તેવી બુલંદ માંગ ઉઠી છે.આ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદ,દામનગર નાં પદાધીકારીઓ આ પ્રશ્ને રસ લઈ પ્રજાના હિત માટે અવાજ ઉઠાવે તે આવશ્યક છે.ત.અહેવાલ અતુલ શુકલ દામનગર.




