ગુજરાત સહિત તમામ રાજ્યોમાં આજે સ્વયં ભૂ જનતા કર્ફ્યુના સમર્થનમાં બંધ પાળવામાં આવી રહ્યો છે ત્યારે દાહોદ ના લોકો પણ કોરોના સામે લડવા માટે કટિબદ્ધ થયા છે અને સજ્જડ બંધ પાડી રહ્યા છે. દાહોદના મુખ્ય શહેરો સહિત તમામ જગ્યાએ બંધનુ પાલન કરાઈ રહ્યુ છે.પીએમ મોદીની જનતા કર્ફ્યૂની અપીલને લઈને દાહોદમાં રસ્તાઓ સુમસામ જોવા મળ્યા. લોકો પોતાના ઘરમાં રહીને પીએમ મોદીના આહ્વાનને સમર્થન આપી રહ્યા છે. શહેરમાં ધમધમતી બજારો પણ બંધ જોવા મળી છે. લોકોએ સ્વયંભૂ બંધ રાખીને જનતા કર્ફ્યૂને સમર્થન આપ્યું છે
