Uncategorized

છેલ્લા બાવીસ (૨૨) વરસથી ચીટીંગના ગુન્હામાં વોન્ટેડ ૪ આરોપીઓને ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ *

*પ્રેસનોટ*
*છેલ્લા બાવીસ (૨૨) વરસથી ચીટીંગના ગુન્હામાં વોન્ટેડ ૪ આરોપીઓને ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ *
—————————————

*નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર રેન્જ* નાઓએ જીલ્લાઓમાં ગુમ થયેલ બાળકો તથા સગીર વયની યુવતીઓને શોધી કાઢવા તેમજ ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે રેન્જના તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જે સુચના અન્વયે આર.આર.સેલ, ભાવનગર રેન્જના તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના *પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબના* માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો ગુમ થયેલ બાળકો તથા સગીર વયની યુવતીઓની તથા નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે *અમરેલી જીલ્લાના બાબરા પો.સ્ટે. એમ કેસનં-૦૭/૧૯૯૮ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦ વિ. મુજબ તથા અમરેલી સીટી પો.સ્ટે. એમ કેસનં-૧૭/૧૯૯૮ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦ વિ.* મુજબ ના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ *(૧) દીલીપભાઇ ભુપતરાય વ્યાસ/બ્રાહમણ ઉ.વ.૬૪ (૨) તુષારભાઇ ભુપતરાય વ્યાસ/બ્રાહમણ ઉ.વ.૬૧ (૩) કલ્યાણીબેન W/O દીલીપભાઇ ભુપતરાય વ્યાસ/બ્રાહમણ ઉ.વ.૫૬ (૪) હિનાબેન ઉર્ફે હિતાબેન W/O તુષારભાઇ ભુપતરાય વ્યાસ/બ્રાહમણ ઉ.વ.૫૫ રહેવાસી-તમામ મુળ-જસવંતગઢ (ચીતલ) ગામ તા.જી-અમરેલી હાલ-બી/૧૦, ગ્રીનસીટી સોસાયટી, વાવોલ, ગાંધીનગર* વાળાને તેઓના ગાંધીનગર ખાતેના ઘરેથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સારૂ બાબરા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
*આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ. બાર સાહેબની સુચનાથી સ્ટાફના હેડકોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ તથા જીતેન્દ્રભાઇ મકવાણા તથા પો.કોન્સ. સોહીલભાઇ ચોકીયા તથા વુમન પો.કોન્સ. નિલમબેન વીરડીયા તથા ડ્રાઇવર હેડકોન્સ. મહેન્દ્રભાઇ ભુવા વિગેરે જોડાયા હતા.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *