ન્યૂઝ જાફરાબાદ
*જાફરાબાદના લોર ગામે ગાય આધારિત જૈવિક ખેતી માર્ગદર્શન ખેડૂત શિબિર યોજાઈ*
*લોર ગામના સરપંચશ્રી તેમજ તલાટી મંત્રીના અધ્યક્ષ સ્થાને ખેડૂત મિટિંગનું કરાયું આયોજન*
દિવસને દિવસે ખેડૂતોની આવક ઓછી થતી જણાયછે જેનું મુખ્ય કારણ ખેતીમાં ઉત્પાદન ઓછું આવવાના કારણે જોકે તો પણ ખેડૂતો પોતાની ખેતીનો સારો પાક મેળવવા અને આવક મેળવવા ઘણા બધા પ્રકારના પાકોમાં રોગ આવતો હોય છે જેથી ખેડૂતો ખાતર તેમજ અન્ય દવાઓનો ઉપયોગ કરતા હોયછે પણ તે ખર્ચો ખેડૂતોને ખૂબ મોંઘો પડતો હોઈ છે જેથી ખેડૂતો સારો પાક તેમજ આવક મેળવી શકતા નથી જે બદલ સરકારશ્રીની યોજના થકી ગાય આધારિત દેશી ખાતર તેમજ ગોવમુત્ર દ્વારા ખેતી કરવાથી ઉત્પાદન ખર્ચ તેમજ ઘણાબધા લાભો મળી શકેછે જે માટે જાફરાબદના લોર ગામે નેશનલ મિશન ફોર સસ્ટેઈનેબલ યોજના અંતર્ગત લોર ગામના ખેડૂત વિક્રમભાઈ સાંખટની વાડીએ દેશી ગાય આધારિત ખેતી કઈ રીતે કરવી તેમજ તેમના ફાયદા કેટલા અને સાથે સરકારી મળવા પાત્ર લાભ કેટલા અને ક્યાં ક્યાં તે માર્ગદર્શન જાફરાબાદ કચેરીના ગ્રામ સેવકોએ ખેડૂતોને તાલીમ આપી હતી અને ખેડૂતોએ ખૂબ સારી રીતે વિસ્તૃત માહિતી મેળવી હતી આ તાલીમમાં લોર ગામના સરપંચ શ્રી અશોકભાઈ વરુ તલાટી મંત્રી વૈશાલીબેન ટાંચક તેમજ ખેડૂત મહેશભાઈ વરુ બાલુભાઈ મોર ભીખાભાઇ ગઢિયા હિમતભાઈ કલસરિયા ઉમેશભાઈ વરુ કાળુભાઇ ગોહેલ કનુભાઈ વરુ સુખભાઈ સરવૈયા ભરતભાઇ વરુ તેમજ લોર ગામના ખેડૂતો હાજર રહ્યા હતા
રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા



