*જાફરાબાદ, રાજુલા અને બાબરા આઈ.ટી.આઈ.માં એડમિશન માટે ૨૧ ઓગસ્ટ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે*
અમરેલી, તા: ૨૮ જુલાઈ ૨૦૨૦
રોજગારીની ઉત્તમ તકો ધરાવતા ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે કે આઈ.ટી.આઈ. ખાતે એડમિશન મેળવવા માટે ફોર્મ ભરવાની કાર્યવાહી તા: ૨૦ ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. તેમજ આ ઓનલાઇન ભરેલા ફોર્મ જિલ્લાની કોઈપણ આઈ.ટી.આઈ. ખાતે તા: ૨૧ ઓગસ્ટ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી શકાશે. આ ઉપરાંત ધોરણ – ૧૦ પાસ તથા નાપાસ ઉમેદવારો જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે રૂબરૂમાં સંપર્ક સાધવાનો રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે જાફરાબાદ, રાજુલા અને બાબરા ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં વિવિધ વ્યવસાયલક્ષી કોર્સ કરાવવામા આવે છે જે ઉમેદવારોના ઉજ્જવળ ભવિષ્ય માટે તકોનું નિર્માણ કરે છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)