*જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક દ્વારા યુવાઓને મતદાર યાદીમાં નામ નોંધાવવા અનુરોધ*
અમરેલી, તા: ૧૬ જુલાઈ ૨૦૨૦
અમરેલી જિલ્લાની ધારી બેઠકની આગામી સમયમાં પેટા ચૂંટણી યોજાવાની તૈયારી હોવાથી જિલ્લા કલેકટર-વ-જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આયુષ ઓક દ્વારા તમામ યુવક-યુવતીઓને પોતાના નામ મતદારયાદીમાં નોંધાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે ધારી વિધાનસભા મતવિસ્તારમાં પેટાચૂંટણી ટૂંક સમયમાં થવાની છે. જેના ભાગરૂપે ૧-૧-૨૦૨૦ની લાયકાત ધરાવતા તમામ યુવાનો અને યુવતીઓએ મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવવું જરૂરી છે. આ સિવાય જે વ્યક્તિઓના નામ મતદારયાદીમાં હોય તો ફરી ચકાસી લે અને એમાં પણ સુધારો-વધારો કરવા ઓનલાઇન ફોર્મ ભરી શકાય છે.
હાલ કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાને લેતા સોશ્યલ ડિસ્ટનસિંગ જળવાય એ ખુબ જ જરૂરી છે માટે તમામ મતદારો ચૂંટણી પંચના વેબસાઈટ www.nsvp.in ઉપર જઈને સુધારો વધારો કરવા અરજી કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
