Uncategorized

જિલ્લા માહિતી કચેરી અમરેલી* *અમરેલી જિલ્લાના એપીએલ-૧ કેટેગરીના ૨,૨૬,૦૫૯ રેશનકાર્ડ ધારકોને અનાજનું વિતરણ થશે*

*જિલ્લા માહિતી કચેરી અમરેલી*
*અમરેલી જિલ્લાના એપીએલ-૧ કેટેગરીના ૨,૨૬,૦૫૯ રેશનકાર્ડ ધારકોને અનાજનું વિતરણ થશે*

અમરેલી, તા. ૯ એપ્રિલ

હાલ કોરોના વાઇરસના વધતા સંક્રમણને અટકાવવા સરકારશ્રી દ્વારા લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ પરિસ્થિતિને કારણે ઘણા રોજમદારોને કામકાજ-મજૂરી બંધ થતાં ઘર ચલાવવાની કપરી પરિસ્થિતિ ઉદભવી છે.

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મધ્યમ વર્ગીય પરિવારો કે જેઓ એ.પી.એલ.-૧ કેટેગરીના રેશનકાર્ડ ધરાવે છે અને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદોમાં જેમનો સમાવેશ થયેલો નથી, તેવા રાજયના અંદાજીત ૬૦ લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવશે.

અમરેલી જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ સમાવેશ થયેલ ન હોય તેવા એપીએલ-૧ કેટેગરીના ૨,૨૬,૦૫૯ રેશનકાર્ડ ધારકો છે. એપીએલ-૧ કેટેગરીના રેશનકાર્ડ ધારકો માટે સરકારશ્રી તરફથી અનાજનો પુરતો જથ્થો ફાળવવામાં આવ્યે વાજબી ભાવની દુકાનો પરથી અનાજ વિતરણ કરવા અંગેની તારીખો જાહેર કરવામાં આવશે. જેથી જાહેર જનતાએ હાલમાં લોકડાઉનની પરિસ્થિતિ ધ્યાને લઇ ખોટી ગેરસમજથી દુકાનો કે કોઈ કચેરી ખાતે પૂછપરછ માટે નહીં જવા તેમજ ખોટી ભીડ ન કરવા અનુરોધ કરવામાં આવે છે.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *