Uncategorized

જિલ્લા માહિતી કચેરી – અમરેલી સમાચાર સંખ્યાઃ ૧૨૭ તા. ૨૫-૩-૨૦૨૦ ૨૧ દિવસના સંપૂર્ણ લોકડાઉન અંતર્ગત *અમરેલી કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનો પ્રજાજોગ સંદેશ*

જિલ્લા માહિતી કચેરી – અમરેલી

સમાચાર સંખ્યાઃ ૧૨૭ તા. ૨૫-૩-૨૦૨૦

૨૧ દિવસના સંપૂર્ણ લોકડાઉન અંતર્ગત
*અમરેલી કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનો પ્રજાજોગ સંદેશ*
અનિવાર્ય કારણો વગર વાહનો લઇ બહાર નીકળતા લોકોનું વાહન ડિટેઇન કરાશે
સુરત, મુંબઈ, અમદાવાદથી મોટી સંખ્યામાં લોકો આવ્યા: પંચાયત વિભાગને યાદી બનાવવા સૂચના

અમરેલી, તા: ૨૫ માર્ચ ૨૦૨૦

તાજેતરમાં વડાપ્રધાનશ્રીએ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા ૨૧ દિવસ લોકડાઉનની જાહેરાત કરી છે જેના અનુસંધાને હું જિલ્લા મેજિસ્ટ્રેટ આયુષ ઓક આપ સૌ અમરેલી જિલ્લાના નાગરિકોને અપીલ કરું છું કે બધા સ્વયં શિસ્તમાં રહી બીનજરૂરી અવર-જવર ટાળી ઘરમાં જ રહો. આપના માટે દૂધ, શાકભાજી, કરિયાણું અને દવા જેવી તમામ આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો અવિરતપણે ચાલુ રાખવા વહીવટી તંત્રે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આવી સ્થિતીમાં ચીજવસ્તુઓનો બિનજરૂરી સંગ્રહ ટાળો જેથી બિનઅધિકૃત રીતે થતા ભાવવધારાને પણ રોકી શકાય.
લોકડાઉનની પરિસ્થિતિમાં અનિવાર્ય સંજોગોમાં બહાર જવાનુ થાય તો અન્ય વ્યક્તિથી ૧ મીટરનું અંતર જાળવો. અમરેલી શહેરમાં વહીવટી તંત્ર દ્વારા આર્થિક રીતે સક્ષમ નાગરિકો માટે આવશ્યક ચીજવસ્તુઓની હોમ ડિલિવરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને આર્થિક રીતે ન પોસાય તેવા વ્યક્તિઓને જ દુકાનોમાં પ્રાધાન્ય આપવામાં આવશે. ખાદ્યસામગ્રીના પુરવઠા અંગે વેપારી સંગઠનો અને દૂધના ગામે-ગામે વિતરણ માટે અખબાર વિતરક અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી.
વિવિધ સોશિયલ પ્લેટફોર્મ્સ થાકી ફેલાતી અફવાઓ ઉપર ધ્યાન ન આપો. લોકડાઉનની પરિસ્થિતિમાં કાયદાનો ચુસ્તપણે અમલ થાય તે માટે પોલીસ વિભાગને કડક સૂચના છે. અનિવાર્ય કારણો સિવાય વાહનો લઇ બહાર નીકળતા લોકોનું વાહન ડિટેઇન કરવામાં આવશે તેમજ ગામડાઓના પાદરે કે ચોરામાં ભેગા થતા લોકો સામે ફરિયાદ પણ કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાના તમામ વડીલોને પણ અપીલ છે કે ૩૦ વર્ષથી નીચેના યુવા-સંતાનોને બહાર ન જવા દો. જિલ્લામાં છેલ્લા અઠવાડિયામાં સુરત, મુંબઈ, અમદાવાદથી આવનારા લોકોની સંખ્યા મોટી છે જેની સંપૂર્ણ યાદી બનાવવા પંચાયત વિભાગને સૂચના આપવામાં આવી છે. આપની આજુબાજુમાં આવા કોઈ પણ લોકો ધ્યાનમાં આવે તો તાત્કાલિક સ્થાનિક સરપંચશ્રી અથવા જિલ્લાન કંટ્રોલ રૂમ નંબર ૦૨૭૯૨ ૨૨૮૨૧૨ ને જાણ કરો.

માહિતી : સુમિત ગોહિલ (અમરેલી)
રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *