Uncategorized

જુનાગઢ તા.17.10.2020 જૂનાગઢમાં નિરાધાર નવજાત બાળકોનો આધાર અનામી પારણુ

જૂનાગઢ : સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સંચાલિત જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ ખાતે શિશુમંગલ સંસ્થા ગાંધીગ્રામ કાર્યરત છે. જેના મેઇન ગેટ પાસે એક અનામી પારણુ મુકવામાં આવેલ છે.

જ્યારે અસામાન્ય સંજોગોમાં એવા બાળકનો જન્મ થાય કે જેનું કોઇ વારસ કે સંભાળ લેવાવાળુ કોઇ ન હોય ત્યારે તેવા બાળકને ઘણીવાર કચરા પેટી કે એવી અવાવરૂ જગ્યાએ છોડવામાં આવે છે. જ્યાં ભુખ્યા પ્રાણીઓ તે ખોરાક સમજીને ખાય જાય કે તેને શારીરિક ઇજા થાય ત્યારે બાળકના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે. અને ક્યારેય નવજાત બાળક મૃત્યુ પણ પામે છે.

આવું ન થાય અને આવા દરેક બાળકને પારણા પોઇન્ટ પર છોડવામાં આવે તો રાજ્ય સરકાર તેના વાલી બનીને બાળકને યોગ્ય સારવાર કાળજી અને રક્ષણ મળે તેવા હેતુ સાથે રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા આવું પારણુ જૂનાગઢમાં મુકવામાં આવેલ છે. જેમાં મુકવા આવનારનું નામ અને ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે. જેથી આવા બાળકોને સરકારની છત્રછાયામાં મળી શકે અથવા દત્તક આપી શકાય. આથી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર.સી.મહિડાએ જાહેર જનતાને અપીલ કરેલ છે.

 

રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચિફ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *