Uncategorized

જુનાગઢ પોલીસ, લોકોના પરીવાર માટે પોતાના પરીવારને મુકી, રાત દિવસ ફરજ માં રહેતા હેલ્થ ચેકીંગ કરાયું

જુનાગઢ પોલીસ, લોકોના પરીવાર માટે પોતાના પરીવારને મુકી, રાત દિવસ ફરજ માં રહેતા હેલ્થ ચેકીંગ કરાયું

💫 *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર ના જણાવ્યા પ્રમાણે_હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોય લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોઈ, તમામ થાણા અમલદારોને *કાયદાનું પાલન કરાવવા* કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે. ઉપરાંત,લોકોની સુરક્ષાની સાથે સાથે પોલીસ સ્ટાફ તથા બંદોબસ્તમાં રહેલ અન્ય સ્ટાફના સ્વાસ્થ્યની પણ કાળજી લેવા માટે પગલાંઓ લેવા* ખાસ આયોજન કરવામાં આવેલ છે.ત્યારે બંદોબસ્ટમાં રહેલ પોલીસ,હોમગાર્ડ, જી.આર.ડી. ફોરેસ્ટ, એન.સી.સી., આરટીઓ, સહિતના બંદોબસ્તમાં રહેલ સ્ટાફને પણ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ સ્વાસ્થ્ય બાબતે પણ ખાસ વ્યવસ્થા* કરવામાં આવેલ…._

💫 _જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, કેશોદ ડીવાયએસપી જે.બી.ગઢવી, માંગરોળ ડીવાયએસપી જે.જી. પુરોહિત, હેડ ક્વાર્ટર ડીવાયએસપી આર.વી.ડામોરના માર્ગદર્શન હેઠળ *જૂનાગઢ જિલ્લાના તમામ થાણા તથા બંદોબસ્તમાં રહેલ પોલીસ સ્ટાફનું હેલ્થ ચેકીંગ કરાવવામાં આવેલ છે, ઉપરાંત બંદોબસ્તમાં રહેલ વાહનો તેમજ બિલ્ડીંગઓને પણ સ્ટેરીલાઈઝ કરવા કાર્યવાહી* હાથ ધરવામાં આવેલ છે…._

💫 જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા કોરોના વાયરસ બાબતે લોક ડાઉનનો અમલ કરાવી બંદોબસ્તમાં રહેલ પોલીસ તથા અન્ય સ્ટાફની પૂરતી કાળજી* લેવામાં આવી છે,ત્યારે પોલિસ સમન્વયના ક્રાઇમ રીપોર્ટર જયેશભાઇ કળથીયા દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મળી, *કોરોના જેવા ભયંકર વાયરસથી બચવા જુનાગઢ પોલીસ, જે લોકોને લોકોના પરીવાર માટે પોતાના પરીવારને મુકી, રાત દિવસ ફરજ* બજાવી, રહેલ હોય, ત્યારે બંદોબસ્તમાં રહેલ તમામ સ્ટાફની *હેલ્થ સારી રહે અને કોઇપણ ઇન્ફેકશન ના લાગે તેના માસ્કમાં રાખવા માટે આયુર્વેદીક પધ્ધતિથી તૈયાર કરેલ પોટલી, જેમાં કપૂર, એલચી, લવિંગ, અજમો, જેવા સ્વાસ્થ્ય સુધારક તત્વો સાથે બનાવવામાં આવેલ,* પોલિસ સમન્વય ક્રાઇમ રીપોટર જયેશભાઇ કળથીયા દ્વારા બંદોબસ્તમાં રહેલ *પોલીસના પોઇન્ટ ઉપર જઈ જઈ ને આપવામાં આવેલ* હતી. તેમજ સાથેસાથે *તમામ સ્ટાફની હેલ્થની ચકાસણી માટે ડો. અમિતભાઇ તેજાણી અને યોગેશભાઇ ગોહેલ દ્વારા જુનાગઢ પોલીસના ટેમ્પરેચરનું પણ ચેકઅપ* કયુઁ હતું. આમ, પોલીસ સમન્વય દ્વારા આશરે 250 જેટલી આયુર્વેદિક પોતાલીઓ વહેંચી, જેને માસ્કમાં રાખી, ઉપયોગ કરવામાં આવે છે. પોલીસ સમન્વય દ્વારા ચાર પાંચ દિવસ બાદ ફરીથી પોલીસ સ્ટાફને આ *આયુર્વેદિક પોટલીઓનું સમયાંતરે વિતરણ* કરવામાં આવશે …_

મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ

IMG-20200411-WA0054-0.jpg IMG-20200411-WA0053-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *