Uncategorized

જૂનાગઢ : ગોબર મોબાઇલચીપ, ધુપબત્તી, મચ્છર ધુપબત્તી, મચ્છર કોઇલ, ગોબર દીવા, ઘન જીવામૃત, સેન્દ્રીય ખાતર સહિત ગાયના

જૂનાગઢ : ગોબર મોબાઇલચીપ, ધુપબત્તી, મચ્છર ધુપબત્તી, મચ્છર કોઇલ, ગોબર દીવા, ઘન જીવામૃત, સેન્દ્રીય ખાતર સહિત ગાયના ગોબર અને ગૌમુત્રથી ઉત્પાદીત થતી ૩૫ વસ્તુઓની ૧૧૦ જેટલા ગૌ પ્રેમીઓ હાલ જૂનાગઢ ખાતે તાલીમ મેળવી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ગૌસેવા ગતિવીધી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા પંચગવ્ય પ્રશિક્ષણ વર્ગનો જુના સ્વામીનારાયણ મંદિર ખાતે આજે રાષ્ટ્રીય કામધેનું આયોગના ચેરમેન ડો.વલ્લભભાઇ કથીરીયાએ ગૌ પુજન કરી પ્રારંભ કરાવ્યો હતો. તા. ૨૯ ડિસેમ્બર સુધી વહેલી સવારે ૫-૧૫ થી ભોજન વિરામને બાદ કરી રાત્રીના ૧૦ કલાક સુધી ગૌ આધારિત ઉત્પાદનોની ગૌ પ્રેમીઓને તાલીમ અપાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *