Uncategorized

જૂનાગઢ જિલ્લાનું ભેસાણ તાલુકાનું ચુડા સોરઠ ગામ પ્રતિ શ્રી મેડિકલ ઓફિસર સાહેબ

જૂનાગઢ જિલ્લાનું ભેસાણ તાલુકાનું ચુડા સોરઠ ગામ
પ્રતિ શ્રી
મેડિકલ ઓફિસર સાહેબ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
ચુડા સોરઠ
માનનીય સાહેબ શ્રી નમસ્કાર હાલ છેલ્લા દિવસોમાં ગત તારીખ 25 /3/ 2020 થી આખા ભારતદેશમાં કોરોનાવાયરસ ની વૈશ્વિક મહામારી કોવિડ 19 ના સંદર્ભ લોકડાઉન ના કપરા સમયમાં આપશ્રી તથા તથા પ્રા. આ. કેન્દ્રના આયુષ મેડીકલ ઓફિસર તથા તમામ સ્ટાફ જાહેરાત તથા રવિવારના દિવસે બધા દિવસ કાર્યશીલ રહીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નીચે આવતા ચૂડા સહિતના તમામ ગામોમાં ઘર થી ઘર સર્વે કરી સેવા પૂરી પાડી રહ્યા છે. જે બદલ આપ સૌ અભિનંદનને પાત્ર છો.

સાથે-સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર આવતા દર્દીઓ અને તેમના સગા ઓ સાથે પરિવારની ભાવના સાથે સેવા અને સહકાર આપી સંતોષકારક કામગીરી બજાવી રહ્યા છો .lockdown ના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરી અથવા કરાવી અસરકારક કામગીરી કરી રહ્યા છો.
કોવિડ 19 ની મહામારી ના સમય દરમિયાન આપ સૌ આપના પરિવારની પણ ચિંતા કર્યા વગર જે સુંદર કામગીરી કરો છો. ભગવાન આપને આવી કપરી પરિસ્થિતિમાં વધારામાં વધારે શક્તિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ. જે બદલ તમામ આરોગ્ય સ્ટાફ ને અભિનંદન પાઠવું છું

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756

IMG-20200421-WA0061-2.jpg IMG-20200421-WA0063-1.jpg IMG-20200421-WA0057-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *