જૂનાગઢ : જૂનાગઢ આરટીઓ દ્રવારા ટુ વ્હીલર અને ફોર વ્હીલની નવી સીરીઝનું રીઓકશન થશે. ટુવ્હીલરની અને ફોર વ્હીલ નવી સીરીઝ GJ-11-BR, GJ-11-CD તથા ટુ વ્હીલ રજીસ્ટ્રેશન માટેની સીરીઝ GJ-11-BS, GJ-11-CB, GJ-11-CE, GJ-11-CF અને ટ્રાન્સપોર્ટ (HGV) GJ-11-VV અંતર્ગત બાકી રહેલા ગોલ્ડન અને સીલ્વર નંબર માટે રીઓકશન થશે.
બાકી રહેલા ગોલ્ડન અને સીલ્વર નંબર મેળવવા માંગતા અરજદારે વાહન ખરીદ તારીખ થી ૭ દિવસની અંદર http//parivahan.gov.in/fancy/ લીંક મારફતે વાહન -૪ સોફટવેરમાં CNA ફોર્મ દ્રવારા રજીસ્ટ્રેશન થયેલું હોય તેઓ તા.૧૯/૧૦/૨૦૨૦ થી તા.૨૧/૧૦/૨૦૨૦ સુધી ઉપરની લિંક મારફતે વાહન નંબર પસંદ કરવાના રહેશે. તથા સદર પસંદ કરેલ નંબર પર તા.૨૩ ઓકટબર સુધી ઉપરની લિંક અંતર્ગત બિડીંગ કરવાનું રહેશે. જે અનુસાર સૈાથી વધુ બીડ થયેલ નંબર,તે બીડ કરનાર અરજદારને વાહન ૪ સોફટવેર દ્વારા ફાળવી દેવામાં આવશે.
રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચિફ
