Uncategorized

જૂનાગઢ તા.17.10.2020 જૂનાગઢ એસબીઆઇ આરસેટીમાં ૨૬ બહેનો તાલીમ મેળવી બનશે પગભર બહેનો માટે ૬ દિવસીય તાલીમ શરૂ

જૂનાગઢ : જૂનાગઢના બિલખા રોડ પર આવેલ એસબીઆઇ આરસેટી ખાતે યુવાનોને રોજગારી મળી રહે તે માટે વિના મુલ્યે તાલીમ આપવામાં આવે છે. અહીંયા વિવિધ તાલીમ મેળવી ભાઇઓ-બહેનો રોજગારી મેળવી પગભર બની રહ્યા છે.

જૂનાગઢ એસબીઆઇ આરસેટી ખાતે તા.૧૬-૧૦-૨૦૨૦ થી જૂનાગઢ જિલ્લાની બહેનો માટે ૬ દિવસીય બીસી(બિઝનેર કોર્ષ પોન્ડટન્ટ)ની તાલીમના કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

જેમાં પીએસઆઇ વી.કે.ઊજીયા, ડીઆરડીએના છાયાબેન, માઇક્રોફાઇનાન્સના રેખાબન, એ.પી.એમ. વિપુલભાઇ, એસબીઆઇના સી.એમ.એફ.આઇ વર્ધમાન, લીડ બેન્કના પ્રતિનિધિ મહેતા, ટ્રેનર હેમેન્દ્રભાઇ પુરોહિત, એસબીઆઇ આરસેટીના નિયામક વિજયસિંહ આર્ય તથા સ્ટાફ ઉપસ્થિત રહ્ય હતા. આ ૬ દિવસીય તાલીમમાં જૂનાગઢ જિલ્લાની ૨૬ બહેનોને તાલીમ આપવામાં આવી રહી છે. તાલીમ પૂર્ણ થયા બાદ તેમને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ પ્રમાણપત્રના આધારે તેમને નજીકની બેન્કમાં રોજગારી મળી રહેશે.

 

રિપોર્ટ
અનિષ ગૌદાણા

જૂનાગઢ બ્યુરોચિફ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *