જૂનાગઢ : જિલ્લા સંકલન સમિતી તથા ફરિયાદ સમિતીની મીટીંગ દર માસના ત્રીજા શનિવારે યોજવામાં આવે છે. હાલમાં રાજ્યમાં કોરોના વાયરસથી થતાં રોગચાળાને ફેલાતો અટકાવવા માટે અગમચેતીનાં ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જિલ્લા ફરિયાદ તથા સંકલન સમિતીની બેઠકો મોકુફ રાખવામાં આવેલ હતી. બાદ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા મળેલ સૂચના મુજબ જિલ્લા સંકલન સમિતી તથા ફરિયાદ સમિતીની માહે ઓક્ટોર-૨૦૨૦ના માસની બેઠક તા.૨૭-૧૦-૨૦૨૦ને મંગળવારના રોજ બપોરે ૧૨ કલાકે યોજવામાં આવનાર છે. જેની સંબંધિત તમામ એ નોંધ લેવા અધિક કલેકટરશ્રી ની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચિફ
