Uncategorized

જૂનાગઢ તા.17.10.2020 જૂનાગઢ શહેર તથા વંથલીમાં કોરોના અન્વયે કન્ટેઈન્મેન્ટ વિસ્તાર જાહેર કરાયા

જૂનાગઢ. : જૂનાગઢ શહેર તેમજ વંથલીમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેના પગલે કલેકટરશ્રી દ્વારા કેટલાક વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે.

આ જાહેરનામા મુજબ વોર્ડ નં.૫ ઝાંઝરડા રોડ પર આવેલ જનકપુરી સુપર એપાર્ટમેન્ટ વિંગ-બી નાં બ્લોક નં. ૬૦૧ થી ૭૦૪.વોર્ડ નં.૧૧ બસસ્ટેન્ડ પાસે આવેલ ચોકસી નગરનાં બ્લોક નં.૧૧/૧૨ તથા અશોકનગરનાં બ્લોક નં.૧૨ માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે.

જયારે વોર્ડ નં.૫ ઝાંઝરડા રોડ પર આવેલ જનકપુરી સુપર એપાર્ટમેન્ટ વિંગ-બી નાં બ્લોક નં. ૧૦૧ થી ૫૦૪ વોર્ડ નં.૧૧ બસસ્ટેન્ડ પાસે આવેલ ચોકસી નગરનાં બ્લોક નં.૧૫ થી સેહજ મકાન સુધી બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે.

વંથલીના રવનીમાં વોર્ડ નં.૫ પ્‍લોટ વિસ્તારમાં આવેલ સંકેતભાઇ વિજયભાઇ માથુકીયાનુંઘર,વંથલીના નાવડા વોર્ડ નં.૪ અનુસુચિત જાતી વિસ્તારમાં આવેલ માધાભાઇ દેવાભાઇ વાણીયાનું ઘર માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. જયારે વંથલી ના રવની વોર્ડ નં.૫ પ્‍લોટ વિસ્તારમાં આવેલ પરસોતમભાઇ મોહનભાઇ માથુકીયાનું ઘર.વંથલી ના નાવડા વોર્ડ નં.૪ અનુસુચિત જાતી વિસ્તારમાં આવેલ પરસોતમભાઇ રામજીભાઇ સોલંકી તથા દેવનીભાઇ નથુભાઇ પરમારનું ઘર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે.

આ જાહેરનામું તા. ૨૯ ઓકટબર સુધી અમલમાં રહેશે. માઈક્રો કન્ટેનમેન્ટ એરીયાની અને બફર ઝોન એરીયાની ગાઈડલાઈન મુજબ સેનીટાઈઝેશન,ડીસઈન્ફેકશન તથા કોવીડ-૧૯ સંબંધીત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચિફ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *