Uncategorized

જૂનાગઢ તા.17.10.2020 જૂનાગઢ સિવીલમાં ૨૦ દિવસની સારવાર બાદ ૬૩ વર્ષિય મગનભાઇ કોરોના મુક્ત થયા

સિવીલના ડોક્ટરો અને સ્ટાફની સતત દેખરેખથી કોરોના સામે જંગ જીત્યા

 

જૂનાગઢ : જૂનાગઢ સિવીલ હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફની સતત દેખરેખથી લોકો સાજા થઇ રહ્યા છે. છેલ્લા ૨૦ દિવસથી જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ૬૩ વર્ષિય મગનભાઇ સગરે જણાવ્યું હતું કે, હું છેલ્લા ૪૫ વર્ષથી અમદાવાદમાં રહુ છું અને લોકડાઉનમાં વતન કેશોદના કેવદ્રા ગામે પરિવાર સાથે આવ્યો હતો.

૨૦ દિવસ પહેલા કોરોનાના સામાન્ય લક્ષણો દેખાતા રિપોર્ટ કરાવ્યો અને તે પોઝીટીવ આવતા કેશોદ સરકારી હોસ્પિટલના ડોક્ટરોના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં દાખલ થયો હતો.

જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં છેલ્લા ૨૦ દિવસથી ડોક્ટરો અને સ્ટાફની સતત દેખરેખ અને સારવારથી આજે કોરોના મુક્ત થયો છું. જિલ્લા કલેક્ટર, હોસ્પિટલના સિવીલ સર્જન, આરએમઓની દેખરેખ હેઠળ ડોક્ટરો અને સ્ટાફ રાત-દિવસ દર્દીઓની સારવાર કરી રહ્યા છે.

મગનભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, ૨૦ દિવસની સારવાર બાદ આજે કોરોના મુક્ત થયો છુ અને ભવનાથ ખાતે કોવિડ સેન્ટરમાં રાખવામાં આવ્યો છે.

સિવીલ હોસ્પિટલમાં મળતી આધુનિક સારવારથી આજે હુ કોરોના મુક્ત થયો છુ. લોકોએ સિવીલમાં સારવાર લેવાથી ડરવું જોઇએ નહીં. સિવીલમાં ડોક્ટરો અને સ્ટાફ દર્દીઓની સતત સારવાર કરી રહ્યા છે.

 

રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચિફ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *