રેશનકાર્ડ, આવક-જાતિના દાખલા, એફિડેવીટ સહિતની ૨૨ સેવાઓ મળશે
જૂનાગઢ : ગામડાના લોકોને રેશનકાર્ડમાં નામ ઉમેરવું, કમી કરવું, સરનામુ સુધારવું, નવું રેશનકાર્ડ, જુદુ કરવું, ડુપ્લીકેટ રેશનકાર્ડ, વિધવા સર્ટીફિકેટ, હંગામી રહેણાંકનો દાખલો, આવકનો દાખલો, અનામતમાં ન હોય તેવી જાતિના દાખલા, સિનીયર સિટીઝન પ્રમાણપત્ર તથા અન્ય એફિડેવીટ સહિતની કામગીરી માટે તાલુકા કક્ષાએ ધક્કા ન ખાવા પડે તે માટે રાજ્ય સરકારશ્રી દ્વારા ૨૨ ડિઝીટલ સેવાઓ હવે ગ્રામ પંચાયતમાં જ શરૂ કરવામાં આવી રહી છે.
જૂનાગઢ જિલ્લાના કુલ ૨૦૧ ગામમાં ડીઝીટલ સેવાના પ્રારંભમાં માણાવદરના ૪૫ ગામના લોકોને હવે આ તમામ સેવાઓનો લાભ ઘર આંગણે મળશે. જેમાં ભદુળા, થણીયાણા, ઝીંઝરી, ભીન્ડોરા, ગાણા, વાડા, વેકરી, ચિખલોદ્વા, દેશીંગા, મરમઠ, સરાડીયા, લીમ્બુડા, ઇન્દ્રા, શેરડી, ઉંટડી, ચુડવા, સરદારગઢ, વેળવા, જીલાણા, બુરી, પાજોદ, સમેગા, ભાલગામ, દડવા, જામ્બુડા, રોણકી, સણોસરા, ગળવાવ, કોડવાવ, ભીતાણા, સીતાણા, નાકરા,નાનડીયા, ખાખવી, મીતળી, કોઠડી, માડોદરા, વડાળા, પાડોદરા, આંબલીયા, મટીયાણા અને કોયલાણા સહિતના ગામોનો સમાવેશ થાય છે.
રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચિફ
