Uncategorized

જૂનાગઢ તા.20.3.2020 જનતા કરફયુ માટે સોરઠ સજ્જ જનતા કરફયુનો વડાપ્રધાનશ્રીનો સાદ ઝિલશે સોરઠવાસીઓ

જૂનાગઢ
તા.20.3.2020

જનતા કરફયુ માટે સોરઠ સજ્જ
જનતા કરફયુનો વડાપ્રધાનશ્રીનો સાદ ઝિલશે સોરઠવાસીઓ

સોરઠવાસીઓ રવિવારે સવારે ૭ થી સાંજના ૯ કલાક સુધી પાળસે જનતા કરફયુ

કોરોનાની મહામારીએ જૂનાગઢ જિલ્લાના ઝાંપે અર્થાત રાજકોટમાં દેખા દીધા છે, ત્યારે તેની સામે લડવા માટે સંયમ અને સંકલ્પની જરૂર છે. આ સંયમ અને સંકલ્પ એટલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનતા કરફયુ માટે કરેલ અપીલ. વડાપ્રધાનશ્રીનો જનતા કારફયુનો સાદ ઝિલી સોરઠવાસીઓ કોરોનાને નાથવા મથતા સૌ સહભાગીઓ પ્રત્યે ધન્યવાદ દર્શાવશે.
કોરોનાની પ્રાકૃતિક આફતને હંફાવવા લોકોની મદદે આવતા ડોકટરો,નર્શ,હોસ્પિટલ સ્ટાફ,સરકારી કર્મચારીઓ,પોલીસ કર્મીઓ,તમામ મિડીયા કર્મીઓ, હોમ ડિલિવરી કરતાં કે રેલવે બસ કે ઓટો સુવિધા આપતા એવા પોતાના જાતની પરવા કર્યા વગર બીજાની સેવા સુશ્રુષા માટે સેવારત છે. તેમના પ્રત્યે ધન્યવાદ દર્શાવવા સમગ્ર જૂનાગઢ જિલ્લાના લોકોએ રવિવાર તા.૨૨ માર્ચના રોજ સવારે ૭ થી સાંજના ૯ કલાક સુધી જનતા કરફયુ નું પાલન કરશે.
વડાપ્રધાનનો જનતા કરફયુનો સંદેશો ઝિલવા સજજ થતા સોરઠવાસીઓ માટે સંતોએ પણ અનુરોધ કર્યો છે. .વંથલી તાલુકાના ખોરસા સ્થિત વ્યંકટેશ દેવસ્થાન ખાતે પધારેલ જામનગર નવતનપુરી ધામ પ્રણામી મંદિરના પીઠાધીશ્વર કૃષ્ણમણીજી મહારાજે અને ખોરાસા મંદિરના શ્રી શ્યામનારાયણ આચાર્યજીએ સોરઠવાસીઓને કોરોના સંદર્ભે અપીલ કરી હતી.
કોરોના વાઇરસ થી ડરવાની નહિ,તકેદારી રાખવી જરૂરી
-આચાર્યશ્રી કૃષ્ણમણીજીમહારાજ
રાજ્યમાં કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા પ્રયાસો હાથ ઘરવામાં આવી રહ્યા છે.ત્યારે લોકોમાં કોરોના વાઇરસ સંર્દભે જાગૃતી આવે એ માટે ઘર્મગુરૂઓ દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે. જામનગર નવતનપુરી ધામ પ્રણામી મંદિરના આચાર્યશ્રી કૃષ્ણમણીજી મહારાજે લોકોને અનુરોઘ કરતા જણાવ્યુ કે, કોરોના વાઇરસ થી ડરવાની નહિ, તકેદારી રાખવાની આવશ્યકતા છે.સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ લોકો શાંતી જાળવે. દરેક સ્થળોએ ઘાર્મિક કાર્યક્રમો રદ કરેલ છે. તેમણે ઉમેર્યુ કે, સરકારની દરેક એજન્સી કોરોના વાઇરસને રોકવા કાર્યરત કરવામાં આવી છે, એમાં લોકો પણ સહયોગ આપે એ જરૂરી છે.
“ જનતા કરફ્યુ” નહિ એ “જનતા સુવીઘા” છે
ખોરાસાના શ્રી શ્યામનારાયણાચાર્યજી
વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદી એ કોરોના વાઇરસની ગંભીરતાને લઇને તા.૨૨ માર્ચના સવારે ૭ થી રાતે ૯ કલાક સુઘી જનતા કરફ્યુનુ આહવાન કર્યુ છે. જે અન્વયે વંથલી તાલુકામાં ખોરાસાના શ્રી વેંકટેશ દેવસ્થાનના પીઠાધીશ્વર શ્રી શ્યામનારાયણચાર્યજી એ લોકોને અપીલ કરતા કહ્યુ કે, જનતા કરફ્યુ નહિ એ જનતા સુવિધા છે.તેમણે પ્રઘાનમંત્રીશ્રીના જનતા કરફ્યુના કાર્યક્રમને બીરદાવતા જણાવ્યુ કે,લોકો જનતા કરફ્યુમાં સ્વંયભૂ જોડાય.અને કોરોનાનો સામનો કરે.

રિપોર્ટર
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *