જૂનાગઢ
તા.31.3.2020
સર્વેલન્સ અને સતત મોનીટરીંગથી જૂનાગઢ જિલ્લો કોરોનાં પોઝીટીવ કેસ થી મુક્ત રહ્યો છે
જૂનાગઢ જિલ્લામાં તા. ૩૦ માર્ચ સુધી એકપણ કોરોના પોઝીટીવ કેસ નોંધયો નથી. જૂનાગઢ જિલ્લાને સ્પર્શતા જિલ્લાઓ પૈકી ગીર સોમનાથ, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં કોરોનાં સંક્રમણનાં પોઝીટીવ કેસ નોંધાયા છે. જૂનાગઢ જિલ્લામાં એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. તેનું શ્રેય આરોગ્ય કર્મીઓ-તબીબો દ્વારા સર્વેલન્સ કામગીરી તથા સતત મોનીટરીંગ જાય છે. દેશ બહારથી આવેલ ૧૩૪ દર્દીઓ હોય કે સરકારી ફેસીલીટી કે હોમ ક્વોરોન્ટાઈન દર્દીઓ ઘર બહાર ના નીકળે તેની સતત તકેદારી લેવાઇ છે. ઘર બહાર નીકળે તેની સામે કાયદાનો દંડો ઉગામયો છે. અને પોલીસ પણ એકશનમાં આવી દંડે છે.
રિપોર્ટ
શ્રેય શાહ
સાથે
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ