-ડો. ચિંતન યાદવ
જૂનાગઢ : ગ્રીન ઝોન જૂનાગઢમાં કોરોના વાયરસનો પ્રવેશ થઇ ચૂક્યો છે. જૂનાગઢમાં કોરોનાના કેસ પોઝીટીવ આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
વૈશ્વિક મહામારી કોરોના વાઇરસની એન્ટ્રી જૂનાગઢમાં થઈ ગઇ છે. ત્યારે લોકોએ કોરોના થી ગભરાવાની, ભયભીત થવાની જરૂર નથી. આરોગ્ય અને વહીવટી તંત્ર લોકોની સાથે છે. જૂનાગઢ જિલ્લો અત્યાર સુધી કોરોનામુકત રહયો છે. પરંતુ ભેસાણમાં હાલ ૨ કેસ પોઝીટીવ નોંધાતા લોકોમાં કોરોના સંક્રમણનો ભય જોવા મળી રહ્યો છે. આ અંગે સીવીલ હોસ્પીટલમાં ફરજ બજાવતા પલમોનરી અને ક્રીટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ ડો. ચિંતન યાદવે જણાવ્યુ કે, જૂનાગઢમાં ૨ કેસ પોઝીટીવ આવતા લોકો ખુબજ ડરી ગયા છે. હવે શુ થશે તેની ચિંતા સતાવી રહી છે. ત્યારે તેમણે લોકોને અનુરોઘ કરતા કહ્યુ કે, આરોગ્ય તંત્ર લોકો સાથે છે. ગભરાવાની જરૂર નથી. લોકો સાથે મળી કોરોનાને હરાવવા સરકારની દરેક માર્ગદર્શિકાનુ પાલન કરે.
તેમણે ઉમેર્યુ કે, જે લોકો પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવ્યા હોય અથવા તાવ, શરદી હોય તેને સરકારી હોસ્પિટલ અથવા હેલ્પલાઇનનો તાત્કાલીક સંપર્ક કરવો. લોકડાઉન ભલે પુરૂ થઇ ગયુ પણ બિનજરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવુ.બહાર નીકળતી વખતે માસ્ક પહેરીને નીકળવું. ઉપરાંત સાબુ, પાણી થી હાથ ઘોવા તે ન હોય તો સેનીટાઇઝરનો ઉપયોગ કરવો. તેમણે ઉમેર્યુ કે સોશ્યલ ડીસ્ટન્સ ખૂબ જરૂરી છે. દુકાન દારો પણ કડક રીતે સોશ્યલ ડિસ્ટન્સીંગનો અમલ કરાવે. તેમજ દરેક વ્યક્તિ આરોગ્ય સેતુ એપ મોબાઇલમાં ડાઉનલોડ કરે.
રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ