જૂનાગઢ પોલીસની સતર્કતાના કારણે ઘરેથી કહયા વગર નીકળી ગુમ થયેલ માનસિક સ્થિતિ બગડે લ યુવાન ભુપત કનારાને પોલીસે શોધી,ને પરિવારજનોને સોંપતા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત* કર્યો હતો……._
💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ દ્વારા* _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા લોકોને તકલીફમાં હોય તો, *લોક ડાઉન દરમિયાન કોઈપણ જરૂરિયાત હોય તો, પોલીસ મદદ કરવાની જાહેરાત કરી, હેલ્પ લાઇન* શરૂ કરવામાં આવેલ છે.ત્યારે._પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે
💫 _જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.યુ. સોલંકી, પીએસઆઇ એચ.ડી.વાઢેર, હે.કો. સંજય ગઢવી, કમલેશભાઈ, જૈતાભાઈ, કમાન્ડો સિદ્ધરાજસિંહ સહિતની ટીમ સાબલપુર ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતા દરમિયાન એક યુવાન ડોક્ટર પહેરે એવું અપરેન પહેરીને ફરતો માલુમ પડતા, તેની હિલચાલ શંકાસ્પદ લાગતા, વડાલ ખાતે આરોગ્ય કેન્દ્રમાં MPW તરીકે નોકરી કરતા સ્મિત જેઠવા ને આ ડોક્ટરના ડ્રેસમાં ફરતા યુવાન બાબતે પૂછતાં, ઓળખાતા નહીં હોવાનું જણાવતા, પણ કદાચ વધાવી ગામનો હોવાનું જણાવતા, યુવાનને નામ પૂછતાં, પોતાનું નામ ભુપત જગદીશભાઈ કનારા આહીર હોવાનું અને મૂળ વધાવી ગામ તા.જુનાગઢનો હોવાનું અને મુંબઈ થી આવેલ હોઈ, પોતાને ડોક્ટરની પરીક્ષા આપવા મુંબઈ પરત જવાનું હોવાનું જણાવતા, કોઈ મંજૂરી બાબતે પૂછતાં, પોતે અહિયાથી વાહન બદલાવતા બદલાવતા મહારાષ્ટ્ર જશે એવું જણાવતા યુવાનની માનસિક હાલત પામી ગયેલ જૂનાગઢ પોલીસ દ્વારા તેના પિતા જગદીશભાઈ ઘેલાભાઈ કનારાનો મોબાઈલ નંબર 09881441260 ઉપર સંપર્ક કરતા, યુવાન ભુપતની હમણાથી માનસિક સ્થિતિ બગડેલી હોઈ, ઘરેથી કોઈને કહયા વગર બે દિવસ પહેલા નીકળી ગયો હોઈ, તેઓ બધા પણ તેંને શોધતા હોઈ, તેને ત્યાં જ બેસાડી રાખવા અને પોતે પોતાના ભાઈ અશોકભાઈને લેવા મોકલવાનું જણાવેલ હતું. પરિસ્થિતિ પામી ગયેલ જૂનાગઢ પોલીસ દ્વારા તેની સાથે કાઉન્સેલિંગ કરી, પોતાના માતા પિતા કહે એટલું જ કરવા અને પોતાના ઘરના સભ્યોને પૂછયા વગર ક્યાંય પણ નહીં જવા સલાહ આપેલ અને તેના કાકા અશોકભાઈ કનારા સાબલપુર ચોકડી ચેક પોસ્ટ પર આવતા કબ્જો સોંપેલ હતો. *જૂનાગઢ પોલીસની સતર્કતાના કારણે ઘરેથી કહયા વગર નીકળી ગુમ થયેલ યુવાન ભુપત કનારાને જૂનાગઢ પોલીસે શોધી, સાહિષ્ણુતાભરી કાર્યવાહી કરી, મદદ કરવામાં આવેલ હોઈ, પરિવારજનો ભાવવિભોર થઈ ગયેલ અને પરિવારજનોએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત* કર્યો હતો……._
💫 _જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા ગુમ થયેલ યુવાનના પરિવારને કપરા સંજોગોમાં મદદ કરવાના કારણે , *સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ* નિભાવી, *પોલીસ પ્રજાની મિત્ર છે,* એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું…_
મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ


