Uncategorized

જૂનાગઢ પોલીસે લસ્સીની દુકાને બખેડો કરતા 07 ઇસમોને રાઉન્ડ અપ કરી, ધોકા તેમજ હથિયારો સાથે પકડી પડ્યા

જૂનાગઢ પોલીસે લસ્સીની દુકાને બખેડો કરતા 07 ઇસમોને રાઉન્ડ અપ કરી, ધોકા તેમજ હથિયારો સાથે પકડી પડ્યા

💫 _જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જુનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા હાલમાં કોરોના વાયરસ અનુસંધાને બંદોબસ્ત ચાલુ હોય, જુનાગઢ પોલીસને દરેક સમયે સતર્કતા દાખવી, કામગીરી કરવા સુચનાઓ કરવામાં આવેલ છે…._

💫 _કોરોના વાયરસ લોક ડાઉન બંદોબસ્ત અન્વયે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડિવિઝન પીએસઆઈ જી.જી.મકવાણા, પીએસઆઈ એ.કે.પરમાર, હે.કો. હમીરભાઈ, પૃથ્વીરાજસિંહ, અજયસિંહ, સહિતની ટીમ વૈભવ ફાટક પાસે મેડિકલ સ્ટોર અને પાનમાવા બીડીના હોલસેલ વેપારીના દુકાન ઉપર સોશિયલ ડિસ્ટનસિંગ ની કામગીરી બંદોબસ્તની ફરજ ઉપર હતા દરમિયાન બપોરના સમયે વૈભવ ફાટક બસ સ્ટેન્ડ વિસ્તારમાં રેલવે ફાટક પાસે આવેલ ચામુંડા લસ્સી સેન્ટર નામની દુકાન પાસે અમુક લોકો બખેડો કરતા માલુમ પડેલા અને *બે ઈસમો હાથમાં ધોકા સાથે એકબીજાની પાછળ દોડતા* હતા. આ દૃશ્ય પીએસઆઈ અને સ્ટાફ દ્વારા જોતાં, આ *સતર્કતા* દાખવી, બંને પીએસઆઈ તથા સ્ટાફ દ્વારા એ *બને પક્ષના આરોપીઓ (1) ઇરફાન ઈકબાકભાઈ શેખ ઉવ. 19 તથા (2) સલીમ ઈકબાલભાઈ શેખ ઉવ. 21 રહે. બંને રઘુવીર સોસાયટી, હર્ષદનગર, જૂનાગઢને તથા બીજા પક્ષે ચામુંડા લસ્સી વાળા કુલદીપભાઈ કિશોરભાઈ છતવાની સિંધી, મયુર કિશોરભાઈ છતવાની, કિશોરભાઈ છતવાની, સહિત પાંચ મલી, કુલ 07 ઇસમોને રાઉન્ડ અપ કરી, ધોકાતેમજ હથિયારો સાથે પકડી* પાડી, રાઉન્ડ અપ કરી, સાંમ સામે ક્રોસ ફરિયાદ કરતા મારામારી તથા રાયોટિંગના અલગ અલગ બે ગુન્હાઓ નોધી, ધરપકડ કરવા તજવીજ કરવામાં આવેલ હતી. પકડાયેલ આરોપીઓ લસ્સીના રૂપિયા આપાવા બાબતે બોલાચાલી અને ઝઘડો થાયેલાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ હતું. *બનાવ બનતાની સાથે જ પોલીસ પહોંચી જતા, પોલીસની સતર્કતાના કારણે અતિ ગંભીર ગુન્હો બનતા અટકી ગયેલ* હતો. *પોલીસ દ્વારા તત્કાલિક પકડવામાં આવેલ ના હોત તો, એકબીજા સાથે મારામારી કરીને મારામારીનો ગંભીર ગુન્હો બનવાની શક્યતા* હતી. જે *બને પીએસઆઈ તથા સ્ટાફની સતર્કતા ના કારણે મારામારીનો ગંભીર ગુન્હો બનતો અટકાવી શકાયેલ* હતો….._

💫 _આમ, બી ડિવિઝન પીએસઆઈ જી.જી.મકવાણા તથા પીએસઆઈ એ.કે.પરમાર તથા પોલીસ સ્ટાફની ટીમ દ્વારા સતર્કતા દાખવી, હથિયારો સાથે આરોપીઓને પકડી પાડી, મારામારીનો ગંભીર ગુન્હો બનતો અટકાવેલ હતો. *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ દ્વારા બંને પીએસઆઇ તથા સ્ટાફને અભિનંદન આપેલ* હતા…_

મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ

IMG-20200522-WA0074.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *